Abtak Media Google News

પાકૃતિક ખેતી ઉપરના ગોષ્ટીમાં પણ સંબોધન કરશે

અબતક, રાજકોટ

રાજ્યપાલ આચાર્ય  દેવ વ્રત આવતા રવિવારે એટલે કે 21મી નવેમ્બરે રાજકોટના મહેમાન બનવાના છે. ગુજરાત હાઇકોર્ટના યુવા એડવોકેટ  મીત કાકડીયાના લગ્નમાં રાજયપાલ પધારવાના છે.

અત્રે ઉલ્લખનીય છે કે મીત કાકડીયા  ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે અને આઈઆઈટી બોમ્બેમાંથી ઇ.ઝયભવ થયેલાછે.રાજ્યપાલ  રાજકોટ  સ્વામિનારાયણ ગુરુકુળમાં પ્રાકૃતિક ખેતી ઉપર એક વિશિષ્ટ ગોષ્ઠિમાં ઉપસ્થિત રહેનાર હોવાનું પણ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. ગાંધીનગર થી મળતી માહિતી મુજબ રાજ્યપાલ રવિવારે બપોર બાદ લગભગ ત્રણ વાગે ખાસ વિમાનમાં રાજકોટ પધારશે અને સીધા જ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જશે. સંસ્થાની મુલાકાત અને સંતો સાથે પરામર્શ પછી પ્રાકૃતિક ખેતી ઉપર એક વિશિષ્ટ ગોષ્ઠિમાં મુખ્ય વક્તા તરીકે પ્રવચન આપશે. ગુરુકુળના એક સંત દ્વારા જણાવાયા મુજબ રાજકોટ ગુરુકુળ સંસ્થા પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવા એક અભિયાન ચલાવી રહી છે. રાસાયણિક ખાતરના બિનજરૂરી અને બેલગામ ઉપયોગથી જમીનને કાયમી નુકસાન થવા ઉપરાંત ઉત્પાદકતા પણ ઘટે છે અને વિવિધ રોગોને આમંત્રણ આપે એવા ખેતપેદાશોનું નિર્માણ થાય છે.આ અંગે જનજાગૃતિ અભિયાન રાજકોટ ગુરુકુળ સંસ્થાન રાજ્યભરમાં ચલાવી રહ્યું છે. રાજ્યપાલ સંસ્થાની મુલાકાત લીધા બાદ કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીના પુત્ર અને હાલ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ મીત કાકડીયા ના લગ્નમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.