Abtak Media Google News

વોર્ડ નં.૮માં આવેલ લક્ષ્મીનગરમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વોર્ડના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકિયા, મહેશ રાઠોડ, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, અશ્ર્વિન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઈ ડાંગરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર સ્તંભો ઉપર જેટ ગતિએ આગળ ધપી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સુત્ર જયા માનવી ત્યાં સુવિધાને ખરાઅર્થમાં સાકાર કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને વેગ અપાઈ રહ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, વોર્ડના પ્રભારી નિતીન ભુત, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકિયા, મહેશ રાઠોડ, જાગૃતિબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, અશ્ર્વિન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઈ ડાંગર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.