Abtak Media Google News

ખેડૂતોના ખેતરોમાં ડીએપી નાખવાનો ખર્ચ ટૂંક સમયમાં અડધો થઈ જશે. મોદી સરકાર લાંબા સમયથી આ દિશામાં કામ કરી રહી હતી અને હવે ઇફકો દ્વારા તૈયાર કરાયેલ બી એ પી લોન્ચ કરી છે કેન્દ્ર સરકારે ડીએપી નાની નો વર્ઝન ના વેચાણ ની મંજૂરી આપતા હવે ખેડૂતોને ડીએપી સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. ખેડૂતોએ ખેતી માટે ડીએપી ખાતર પર નોંધપાત્ર રકમ ખર્ચવી પડે છે. જ્યારે કેન્દ્ર સરકાર તેના પર મોટી સબસિડી (ડીએપી સબસિડી) આપે છે.

Advertisement

આવી સ્થિતિમાં, મોદી સરકાર લાંબા સમયથી આવા ખાતરો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનાથી ખેડૂતો અને સરકાર બંનેના ખર્ચમાં ઘટાડો થશે અને હવે કૃષિ મંત્રાલયે નેનો ડીએપી લોન્ચ કરી છે. તેની કિંમત ડીએપી બોરીની વર્તમાન કિંમતના અડધા કરતા પણ ઓછી છે.લિક્વિડ નેનો ડીએપી સહકારી ક્ષેત્રની ખાતર કંપની IFFCO દ્વારા વિકસાવવામાં આવી છે. ઇફ્કોના મેનેજિંગ ડિરેક્ટર યુ. એસ. અવસ્થી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી છે.

જ્યારે અવસ્થીએ તેને જમીન અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે, જ્યારે મંત્રી મનસુખ માંડવિયાએ તેને ભારતને આત્મનિર્ભર બનાવવાની એક મોટી સિદ્ધિ ગણાવી છે.અડધા લિટરની બોટલ 600 રૂપિયામાં મળશેઈંનેનો ઉઅઙ કેન્દ્ર સરકારની ઉઅઙ સબસિડીનો ખર્ચ પણ ઘટાડશે. આ સાથે આયાતમાં ઘટાડો થવાથી દેશના વિદેશી મુદ્રા ભંડારને બચાવવામાં પણ મદદ મળશે.નેનો યુરિયા અને નેનો ડીએપી લોન્ચ કર્યા પછી, IFFCO હવે નેનો પોટાશ, નેનો ઝિંક અને નેનો કોપર ખાતરો પર કામ કરી રહી છે. ડીએપી ઉપરાંત ભારત પોટાશની પણ મોટા પાયે આયાત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.