Abtak Media Google News

કોરોના, કેન્સર સહિતના દર્દીની ઉત્તમ સારવાર હવે રાજકોટ ભાવનગરમાં થશે: નીતિન પટેલ

જામનગરમાં સ્વાસ્થ્ય સેવા સુદૃઢ કરવા વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાપર્ણ કરતા મુખ્યમંત્રી

રાજયનું આરોગ્ય માળખું વધુને વધુ સુવિધાજનક બને તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે. તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જામનગરમાં સ્વાસ્થ્ય સેવા સુદૃઢ કરવા વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કરવા જણાવ્યું હતું.

જામનગરમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરની જીજી હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આવેલ સર્જરી વિભાગમાં ૨૩૨ બેડની અધતન સાધનોથી સજજ નવી કોવિડ સી હોસ્પિટલનું ઇ. લોકાર્પણ કર્યુ હતું. આ હોસ્પિટલમાં ૨૨ બેડ વેન્ટિલેટરની અને બાકીના તમામ બેડમાં ઓકિસજનની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. આ ઉપરાંત લીનીયર એકસીલેટર તથા સીટી સીમ્યુલેટર મશીન, પોસ્ટ કોવિડ પલ્મોનરી કાર્ડિયેક અને રિહેબીલેટેશન તથા અત્યંત આધુનિક એકસરે મશીનનું ઇ. લોકાર્પણ પણ મુખ્યમંત્રી કર્યુ હતું.

Dsc 0608

મુખ્યમંત્રીએ જામનગરની સ્વાસ્થ્ય સેવા સુદઢ કરવા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને વઘુ અને ઝડપથી સારવાર મળી શકે તેવા પ્રયાસો કરાયા છે. કોવિડ હોસ્પિટલમાં બેડ, વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, જામનગરની સૌથી જૂની આ હોસ્પિટલનું આધુનિકરણ થતાં જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના છેવાડાના વિસ્તારનાદર્દીઓને અતિ આધુનિક સારવાર વિનામૂલ્યે પ્રાપ્ત થશે. રાજયનું હેલ્થ સ્ટ્રકચર વધુને વધુ સુવિધાજનક બને તે માટે રાજયસરકાર કટિબધ્ધ છે.

Dsc 0621

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે કોરોના, કેન્સર સહિતના દર્દોની ઉત્તમ સારવાર મળી રહે તે માટેની શ્રેષ્ઠ સારવારનો જામનગર ખાતેથી રાજય સરકારે શુભારંભ કરાવ્યો છે. હવે પછી રાજકોટ અને ભાવનગરમાં પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. સ્વાગત પ્રવચન સુપ્રિન્ટેડન્ટ ડો.દિપક તિવારીએ અને પ્રાસંગિક પ્રવચન ડીન ડો.નંદીની દેસાઇએ તથા રિજિયોનલ વડા ડો.ચેટરજીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી કુમારભાઇ કાનાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, સચિવ કૈલાસનાથન, આરોગ્ય સચિવ જયંતિરવિ, અગ્રસચિવ પંકજકુમાર વગેરે ઉપસ્થિત રહયા હતા. જયારે જામનગર ખાતેના કાર્યક્રમમાં મેયર હસમુખભાઇ જેઠવા,અગ્રણી હસમુખભાઇ હિન્ડોચા, કલેકટર રવિશંકર, મહાનગર પાલિકાના કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.