Abtak Media Google News

અકસ્માતના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થતો જય છે હજુ આજ રોજ સવારે મહારાષ્ટ્રમાં બસ ખીણમાં ખાબકતા ૧૩ લોકોના મોત થયા હતા ત્યારે ઉત્તર પ્રદેશમાં વધુ એક ગોઝારા અકસ્માતની ઘટન સામે આવી છે જેમાં ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં. તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે ગારા નદીના પુલ પરથી ગ્રામજનોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી નીચે નદીમાં ખાબકી હતી. ટ્રોલીમાં મહિલાઓ અને બાળકો સહિત 40 જેટલા લોકો સવાર હતા. આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરુ કરી હતી.

Advertisement

આ અકસ્માત તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બિરસિંહપુર ગામ પાસે થયો હતો. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેક્ટર-ટ્રોલી સવારો દાદરૌલના સુનૌરા ગામના રહેવાસી હતા.

 

લોકો ગર્રા નદીમાંથી પાણી લેવા આવ્યા હતા

મળતી માહિતી મુજબ દાદરૌલના સુનૌરા ગામમાં આકાશ તિવારીના સ્થાન પર કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તિલ્હાર વિસ્તારના નિગોહી રોડ પર બિરસિંહપુર ગામ પાસે ગરરા નદીમાંથી પાણી લેવા માટે શનિવારે સવારે ગામના ઘણા લોકો ટ્રેક્ટર-ટ્રોલીમાં આવ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો જેમાં ૧૩ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.