Abtak Media Google News

મકનબાપા સેવાધામ ખાતે અન્નક્ષેત્રનો શુભારંભ, રાસ-ગરબા તથા લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, મહેશદાન ગઢવી અને  દલસુખ પ્રજાપતિ ભજન, લોકગીતોની રમઝટ બોલાવશે: આયોજકોએ લીધી ‘અબતક’ની મુલાકાત

રાજકોટ ગૌસેવાને પોતાનો જીવનમંત્ર ગણી ગૌસેવા તેમજ અન્નદાન મહાદાનની ઉક્તિને સાર્થક કરતા રાવરાણી અને ચાવડા પરિવાર દ્વારા આગામી તારીખ 6 એપ્રિલને ગુરૂવારે હનુમાન જયંતીના પાવન દિવસે અન્નક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવશે અને ગૌસેવાના લાભાર્થે રાવરાણી અને ચાવડા પરિવારના સુરાપુરા મકનબાપાના સ્થાનક સડકપીપળિયા ગોંડલ હાઇવે ખાતે ભવ્ય લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સાંજે 5 થી 7 દરમિયાન દીકરીઓના રાસ-ગરબાનો કાર્યક્રમ પણ યોજાશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના વિકટ સમયમાં મકનબાપા સેવાધામ ખાતે અનેક સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ શિવ ગૌશાળા ખાતે 200થી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે.

Advertisement

સમસ્ત રાવરાણી અને ચાવડા પરિવાર દ્વારા ઋષિવંશી સેવા સંઘ ગુજરાત રાજ્યના સહકારથી હનુમાન જયંતીના પાવન દિવસે શિવ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ, મુ.સડક પીપળિયા, નેશનલ હાઇવે 8બી, તા.ગોંડલ, જિલ્લો રાજકોટ ખાતે મકનબાપા સેવાધામનો તિથિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. ગૌસેવક નરેન્દ્ર ભગત અને મહેશ્ર્વર અન્નક્ષેત્રના મુખ્યદાતા ભવાનભાઇ રામભાઈ ચાવડા પરિવાર વડેરાનો સહયોગ પ્રાપ્ત થયો છે.

મકનબાપા સેવાધામ તિથિ મહોત્સવ નિમિત્તે સંતવાણીનો કાર્યક્રમ 6 એપ્રિલના યોજાશે. લોકડાયરામાં લોકસાહિત્યકાર રાજભા ગઢવી, મહેશદાન ગઢવી, દલસુખ પ્રજાપતિ ભજન, લોકગીતો, ભારતીય સંસ્કૃતિભરી છણાવટમાં ડાયરામાં રમઝટ બોલાવશે.

આ તકે મકનબાપા સેવાધામ ખાતે સાંજે 7 કલાકે મહાપ્રસાદનું આયોજન અરવિંદભાઇ વીરજીભાઇ ચાવડા, દિલીપભાઇ રતિભાઇ ચાવડા અમદાવાદ દ્વારા યોજાશે. આ શુભ અવસરે દીકરીઓના રાસ-ગરબાનું પણ આયોજન ક2વામાં આવ્યું છે. આ સાથે 6 એપ્રિલના મકનબાપાના સેવક નરેન્દ્ર ભગતના હસ્તે અન્નક્ષેત્રના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ સવારે 11.15 કલાકે ચાવડા પરિવાર (વડેરા ભાવનગર)ની ઉપસ્થિતિમાં થશે. મહેશ્ર્વરી ભોજનાલયના દાતા ભીમભાઇ રવજીભાઇ ચાવડા, મનુભાઇ રવજીભાઇ ચાવડા, વિનુભાઇ વિરજીભાઇ ચાવડા અને વડેરા પરિવાર છે. અન્નેક્ષત્રના લોકાર્પણ સમયે રાજયોગિની બ્રહ્માકુમારી મંજુબેન રામનગર સેવા કેન્દ્ર અમદાવાદ, પૂજ્ય ગુરુદેવ પ્રવીણસિંહજી બાપુ (ભગતબાપુ) બાલા હનુમાન મંદિર ગોંડલ અને વિજયભાઇ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત) અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલ, જયરાજસિંહ ટેમુભાબાપુ જાડેજા, અનિરૂદ્ધસિંહ મહિપતસિંહજીબાપુ જાડેજા, જીતુભાઇ વાઘાણી (પૂર્વ શિક્ષણમંત્રી), રમેશભાઇ ધડૂક(સાંસદ), હેમરાજભાઇ પાડલિયા, સંજયભાઇ રતિભાઇ રાવરાણી, અરવિંદભાઇ વી. ચાવડા, ડો. બાબુભાઇ બી.ચાવડા, વિનુભાઇ વી.ચાવડા અને અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહેશે. વીડિયો શૂટિંગ અને ફોટોગ્રાફીની જવાબદારી ધવલભાઇ પરમાર (પડધરી) ઓમ વીડિયો આશિષ મહેતા સંભાળશે. એન્કરિંગ તેજસભાઇ શિશાંગિયા અને વિપુલભાઇ રાઠોડ ક2શે. આ સમગ્ર સેવાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન પ્રકાશભાઇ રાવરાણી અને સંદીપભાઇ લખતરિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. મકનબાપા સેવાધામ શિવ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ સડક પીપળિયામાં અનુદાન આપવા અનુરોધ કરાયો છે.

ત્યારે આજરોજ મકનબાપા સેવાધામ ખાતે ભવ્ય તિથિ મહોત્સવ અંગે માહિતી આપવા આયોજકો નરેન્દ્ર ભગત, પ્રકાશભાઇ રાવરાણી, જયેશભાઇ રાવરાણી, વિવેકભાઇ રાવરાણી, વિવેકભાઇ ચાવડા, અમિતભાઇ રાવરાણી, ચંદુભાઇ રાવરાણી, જીગ્નેશભાઇ ચાવડા, દિનેશભાઇ રાવરાણી, પ્રવિણભાઇ રાવરાણી, ચિરાગભાઇ પટેલ, કિશનભાઇ નાથાણીએ ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.