Abtak Media Google News

ઘાસકાર્ડ ધારકોને રૂ.૨ પ્રતિ કિલો લેખે પશુદીઠ દૈનિક ૪ કિલો ઘાસ આપશે

અછત જાહેર કરાયેલા પડધરી અને વિંછીયા તાલુકામાં ઘાસનું વિતરણ શ‚ કરવામાં આવનાર છે. બંને તાલુકાઓના ૩૬૮૮૧ પશુપાલકોને ઘાસકાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. ૨ થી ૩ દિવસમાં આ પશુપાલકોને ઘાસનું પણ વિતરણ શ‚ કરી દેવામાં આવશે. પશુપાલકોને રૂ.૨ પ્રતિ કિલો લેખે પશુદીઠ દૈનિક ૪ કિલો ઘાસ આપવામાં આવનાર છે.

ગત ચોમાસામાં વરસાદ ઓછો પડયો હોવાના કારણે પડધરી અને વિંછીયા તાલુકાની પરિસ્થિતિને ધ્યાને રાખી કેન્દ્રની ટીમ દ્વારા તેને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ બંને તાલુકાઓમાં પશુપાલકોને ઘાસ વિતરણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

અછતગ્રસ્ત તાલુકાઓમાં પાણીના અભાવે ઘાસની તંગી હોવાના કારણે પશુપાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ખાસનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સંદર્ભે પડધરી તાલુકાના ૮૬૯૩ અને વિંછીયા તાલુકાના ૨૮,૧૮૮ મળીને કુલ ૩૬૮૮૧ પશુપાલકોને ઘાસ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. હવે બે થી ત્રણ દિવસમાં આ ઘાસકાર્ડના આધારે પશુપાલકોને ઘાસનું વિતરણ કરવામાં આવનાર છે.

હાલ તાલુકા કક્ષાએ મામલતદારો પાસેથી ઘાસની માંગણીઓ મંગાવવામાં આવી છે. જેનો રીપોર્ટ તૈયાર કરીને સરકારમાં દરખાસ્ત કરવામાં આવનાર છે. જેના આધારે સરકાર દ્વારા ઘાસનો જથ્થો જંગલ ખાતામાંથી ફાળવવામાં આવશે. પશુપાલકોને રૂ.૨ પ્રતિ કિલો ઘાસ પશુદીઠ દૈનિક ૪ કિલો આપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.