Abtak Media Google News

ગ્રાહકોની ફરિયાદોનો સત્વરે ઉકેલ લાવવા રજૂઆત

હાલમાં લેન્ડ લાઇન ટેલીફોન કનેકશન બંધ રહેવા બાબતની અનેક ફરીયાદો તથા વિદ્યુત કનેકશનના વધારાના ખોટા બીલો અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પીજીવીસીએલને રજૂઆત કરવામા આવી છે.

છેલ્લા ઘણા જ સમય થયી બીએસએનએલ દ્વારા આપવામાં આવેલ ટેલીફોન કનેકશનો બંધ રહેવા અંગે ખુબ જ ફરીયાદો થઇ રહેલ છે. પરંતુ આવી ફરીયાદોનો ઉકેલ સત્વરે લાવવામાં આવતો ન હોય, કનેકશન ધારકોને ટેલીફોનના ભાડાના પૈસા ભરવા છતાં ટેલીફોન સેવા મળી શકતી નથી. અને તેઓના વેપારના કાર્યો અટકી પડે છે.  છેલ્લા થોડા સમયથી આ સરકારી તંત્ર ખાનગીકરણ તરફ જઇ રહેલ હોય ફરીયાદ નિવારણ માટે મધ્યપ્રદેશની ઇન્દોર સ્થિત કંપનીને કોન્ટ્રેકટથી કામ આપેલ હોય, પુરતુ ધ્યાન રાખી શકાતુ નથી. આ અંગે ગ્રાહકો દ્વારા અવારનવાર ફરીયાદો કરવામાં આવી રહેલ છે. આ બાબત ગ્રેટર ચેમ્બર સમક્ષ રજુઆત કરતા ગ્રેટર ચેમ્બર દ્વારા જનરલ મેનેજર બીએસએનએલ રાજકોટ વિભાગ તથા  લોકપ્રતિનિધિઓ  મોહનભાઇ કુંડારીયા  અભયભાઇ ભારદ્વાજ તેમજ સંચારમંત્રી રવિશંકર પ્રસાદ ભારત સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.

વિદ્યુત કંપની પશ્ચીમ ગુજરાત વીજ કંપની દ્વારા આપવામાં આવેલ વીજ કનેકશનોના ગ્રાહકોના માસીક બીલમાં મીટર રીડર દ્વારા બેકાળજીને કારણે થતા ગોટાળા અને આવતા વધારાના બીલો બાબતે જાણવા મળ્યા મુજબ આ મીટર રીડીગનું કાર્ય પણ ખાનગી કંપનીને સોંપવામાં આવેલ છે. આ કંપની પાસે પુરતો ટ્રેઇન્ડ સ્ટાફ ન હોય, રોજિંદા કામ કરનાર અનટ્રેઇન્ડ માણસો પાસે મીટર રીડીગ કરાવવામાં આવતા હોય, મીટરના બતાવતા વપરાશના આંકડા બરાબર ચેક નહી થતા ખાસ કરીને જેઓએ રૂફટોપ એટલે કે, સૌરઉર્જા વસાવેલ છે તેઓના મીટર રીડીગ બે પ્રકારના હોય, ઇન્વર્ડ તથા આઉટવર્ડ બંનેના તફાવત પ્રમાણે બીલ બનતા હોય છે. તેવા બીલોમાં મહદઅંશે ભુલો આવતી હોય છે. અને આ ભુલો સુધારવા વીજકંપનીની કચેરીએ ગ્રાહકોએ ધક્કા ખાવાના થાય છે. અને ગ્રાહકોને હેરાનગતી થતી હોય છે. આ અંગે પીજીવીસીએલ ના એકઝીકયુટીવ એન્જીનીયર તથા મેનેજીંગ ડિરેકટર શ્વેતા ટીઓટીયા (અગ્રવાલ), સમક્ષ સખત શબ્દોમાં રજુઆત કરવામાં આવેલ છે. તેમ ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.