Abtak Media Google News

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) આજે સાંજે 4.30 વાગે સંચાર ઉપગ્રહ GSAT-7A લોન્ચ કરશે. 2250 કિલો વજનનો આ સેટેલાઈટ ભારતીય ક્ષેત્રમાં ક્યૂ-બેન્ડના ગ્રાહકોના ગ્રાહકોને સંચાર ક્ષમતા પહોંચાડવામાં મદદ કરશે. તેનાથી ખાસ રીતે વાયુસેનાનો સંપર્ક સુધારવામાં મદદ મળશે.

GSAT-7Aનેશ્રીહરીકોટામાં આવેલા સ્પેસપોર્ટના બીજા લોન્ચ પેડથી GSLV-F11દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટ ઈસરોએ જ તૈયારકર્યો છે. આ સેટેલાઈટ આઠ વર્ષ સુધી સેવાઓ આપી શકે છે.

આ મહિને જ 5 ડિસેમ્બરના રોજ ઈસરોએ બનાવેલો સૌથી ભારે (5854 કિલોગ્રામ)નો સેટેલાઈટ GSAT-11 ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ 16 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડની સ્પીડથી ડેટા મોકલવામાં મદદગાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.