Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને હવે આર્થિક મહાસત્તા બનાવવાના સંકલ્પ સાકાર કરવા માટે અનેકવિધ દિશાઓમાં મક્કમ રીતે પ્રગતિ થઈ રહી છે.

Advertisement

જમાનોબદલાયો, વૈશ્વિક અર્થતંત્ર ની દશા અને દિશા સતત પણે બદલાઈ રહી છે, તેવા સંજોગોમાં ભારતના આર્થિક વિકાસ દર ની સતત વધતી રફતાર અને સ્થાનિક ધોરણે ઉભા કરવામાં આવેલા સાનુકૂળ આર્થિક સંજોગો એ ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન અમેરિકન ડોલર અમેરિકન ડોલર ના કદ આપવાનું સપનું જોવું હવે યથાર્થ બન્યું છે.

છેલ્લા એક દાયકામાં વૈશ્વિક મંચ પર રાજદ્વારી અને આર્થિક રીતે ભારતની છબી સંપૂર્ણપણે બદલાય ગઈ છે. દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું વિશાળ કદ આપવા માટે  આર્થિક વિકાસ દરની વૃદ્ધિ માત્ર ઉપાય નથી, અર્થતંત્રને વિશાળ ફલક પર લઈ જવા માટે કૃષિ અને કૃષિકાર ની આવક માં વધારો કરવાની સાથે સાથે ઉદ્યોગિક ઉત્પાદન અને મેક ઇન ઇન્ડિયા ના ક્ધસેપ્ટને વ્યાપક બનાવવા માટે સ્ટાર્ટ અપ થકી નવા ઉદ્યોગોને વેગ આપવાના બહુ આયામી  કાપડ ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર  થકી દેશમાં સ્થાનિક ધોરણે ઊભી થયેલી ઔદ્યોગિક ઉત્પાદન ક્ષમતાના કારણે દેશ નું આયાતી વસ્તુઓના આર્થિક ભારણ નો “બોજ” ઘણો હળવો થયો છે,

એક યુગ હતો કે ભારતને ચીન, જર્મની ,જાપાન ,રસિયા અને યુરોપના અનેક દેશો પર જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે નિર્ભર રહેવું પડતું હતું ,હવે ઘર આંગણે ઉત્પન્ન થતી વસ્તુઓના કારણે આયાતની અવેજીમાં સ્થાનિક ઉત્પાદન નો ઉપયોગ કરીને દેશ પરનું વિદેશી હુડિયામણ પગ કરી જવાની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. ફાર્મસીકલ અને કાપડ ઉદ્યોગ ના “સુચારુ” વિકાસથી 60 થી વધુ ચીજ વસ્તુઓની આયાત હવે કરવી પડતી નથી, આ ઉપરાંત પેટ્રોલિયમ પેદાશોની અવેજીના બદલે સૂર્ય ઉર્જા, પવન ઊર્જા,ને ઓટોમોબાઇલ ક્ષેત્ર ઇલેક્ટ્રીક વાહનોના ઉપયોગ માં વધારો પેટ્રોલ ,ડીઝલમાં ઘર આંગણે શેરડીમાંથી ઉત્પન્ન થતા ઇથેનોલ નું પ્રમાણ વધારવાના નિર્ણયના અમલથી અર્થતંત્રને વધુ બળ મળ્યું છે ત્યારે આવનાર પાંચ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતું આર્થિક મહાસત્તા નું રૂપ લઈ ચૂક્યું હશે .

આગામી દાયકામાં ભારત નું અર્થતંત્ર અવકલ્પનીય રીતે વિશાળ રૂપ ધારણ કરી લેશે, તે વાત અને તેને અનુરૂપ સંજોગો આકાર લઇ રહ્યા છે.  વિકાસદરમાં સતત વૃદ્ધિ અને આત્મનિર્ભરતા ને લઈને ભારત નું અર્થતંત્ર વિશ્વભરમાં ચર્ચામાં રહે છે. ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતું ભારત અવશ્ય ટૂંક સમયમાં આર્થિક મહાસત્તા નું રૂપ લઈને રહેશે તેની “ગેરંટી” આપવી જરા પણ અતિશયોક્તિ  નહીંગણાય..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.