Abtak Media Google News

જીનિયસ સ્કુલ અને જય ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા રાજકોટમાં ડિફેન્સ યુથ ફિયેસ્ટાનું આયોજન તા.૨૪ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરીમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે થનાર છે જે અંતર્ગત જીનિયસ સ્કુલના ચેરમેન ડી.વી.મહેતા દ્વારા અલગ અલગ સ્કુલ અને કોલેજોમાં ડિફેન્સ ફિયેસ્ટાને લઈને વર્કશોપ કરવામાં આવે છે જેને લઈ આજે કણસાગરા મહિલા કોલેજમાં આ વર્કશોપનું આયોજન છેલ્લા ત્રણ દિવસથી ચાલે છે.Vlcsnap 2019 02 20 10H54M44S99

Advertisement

જેમાં વિદ્યાર્થીઓને દેશપ્રેમના કિસ્સાઓ અને ડિફેન્સ ફોર્સીસની જાણકારી આપવામાં આવી હતી. આર્મી, નેવી અને એરફોર્સને લગતી તમામ જાણકારી જેવી અભ્યાસક્રમ, ડિગ્રી, પદ અને ઈન્ટરવ્યુ જેવી દરેક માહિતીથી જાણકાર કર્યા હતા. તેમજ વધુમાં તેમને ડિફેન્સ યુથ ફિયેસ્ટામાં થનાર દરેક કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી જેમ કે આર્મી, નેવી, એરફોર્સ અને બીએસએફના ૧૫૦થી વધુ જવાનો હાજર રહેશે તેમજ મશાલ માર્ચ અને ડિફેન્સના હથિયારોને શોકેશ કરવામાં આવશે.આ ફિયેસ્ટામાં એસ.એસ.બી. ઈન્ટરવ્યુનો ત્રિદિવસીય વર્કશોપ પણ રાખવામાં આવનાર છે.Vlcsnap 2019 02 20 10H55M16S164C

જેમાં એસએસબી ઈન્ટરવ્યુ પાસ કેવી રીતે કરવું તેમજ તેને લગતું તમામ માહિતી આપવામાં આવશે. તદઉપરાંત કણસાગરા કોલેજના પ્રોફેસર ડો.યશવંત ગૌસ્વામીએ દેશભકિતની વાતો કરી તેમજ પુલવામા થયેલા શહિદોને શબ્દાંજલી પણ અર્પણ કરવામાં આવી હતી. આ વર્કશોપમાં ડી.વી.મહેતા પ્રોફેસરો અને કણસાગરા કોલેજની ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.Vlcsnap 2019 02 20 10H55M43S178રાજકોટ શહેરના આંગણે ૨૪ ફેબ્રુઆરીથી ૨૭ ફેબ્રુઆરી ડિફેન્સ યુથ ફિયેસ્ટાનું આયોજન જીનિયસ સ્કુલ ઓફ ઈન્સ્ટીટયુટ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં એક જાગૃતિ કેળવવાના ભાગ‚પે કે.એસ.એન. કણસાગરા કોલેજમાં છેલ્લા ત્રણ દિવસથી સવાર અને બપોરે લગભગ ૫૦૦ જેટલી દિકરીઓ સામે એક ઈન્ટરેકશનનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે અમારો ઉદેશ્ય એ છે. કે વધુને વધુ દિકરીઓએ ડિફેન્સ ફોર્સસીસમાં પોતાનું કેરીયર બનાવવા માટે જાગૃત બને અને માહિતી મળે અને અવેરનેસ આવે સાથે જ આવતી પેઢીમાં એક રાષ્ટ્ર ભકિતનું નિર્માણનું નિર્માણ થાય. રાષ્ટ્રભકિત એમનામાં ફુલેફાલે અને એનામાં હંમેશા રહે. કણસાગરા કોલેજના સ્ટાફને પણ હું ખુબ બિરદાવુ છું. કારણકે આ કોલેજના વિદ્યાર્થીઓએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો છે. રાજકોટવાસીઓને મારી વિનંતી છે. અમે ૩૬૦ ડિગ્રી જાગૃતતા ફેલાવવી છીએ એમાં સહભાગી બનો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.