Abtak Media Google News

આગામી વર્ષના સપ્ટેમ્બર માસમાં કેન્દ્ર સરકાર ઓલિમ્પિક 2036 માટેનો રોડ મેપ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી સમક્ષ રજૂ કરશે

ભારત વર્ષ 2036 માં ઓલમ્પિકનું યજમાન બને તે માટેની તૈયારીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ યોજાય તે માટે ગુજરાત સરકાર દ્વારા તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. તેના જ ભાગરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે આવેલા વિશિષ્ટ અતિથિગૃહ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.

Advertisement

આ બેઠકમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર અને રમત ગમત વિભાગના સચિવ અશ્વિનીકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત વિભાગ દ્વારા આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ ખાતે નિર્માણ પામનાર સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ નારણપુરા સ્પોટ સંકુલ અને અમદાવાદ રિવરફ્રન્ટથી લઇ ગાંધીનગર સુધી રમતગમત માટેના મેદાનો અને સ્ટેડિયમ તૈયાર કરવા માટેની વિગતો આપવામાં આવી હતી.

મહત્વનું છે કે, વર્ષ 2024નું ઓલમ્પિક પેરિસમાં જ્યારે વર્ષ 2028નું ઓલમ્પિક લોસ એન્જેલિસ્માં અને વર્ષ 2032નું ઓલમ્પિક બ્રિસબેનમાં યોજવાનું છે. ત્યારે વર્ષ 2036ના ઓલમ્પિકનું યજમાન પદ ભારતને મળી રહે તે માટે તૈયારીઓનો ધમધમાટ કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2017ના ઓલમ્પિક યજમાન પદની રેસમાં ભારત સાથે સાથે ઇન્ડોનેશિયા કતાર અને જર્મની પણ છે. ત્યારે ભારતને વર્ષ 2036 ની ઓલમ્પિકની યજમાની મળે તે માટે તૈયારીઓ આરંભવી દેવામાં આવી છે.

આમ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા ભવિષ્યનું વિચાર કરી આયોજન કરતા હોય છે. ત્યારે ગુજરાત આ ઓલમ્પિકનું યજમાન બને તે માટે 14 વર્ષ પહેલાથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ ગાંધીનગર શિવરાજપુર અને પોળો ખાતે અલગ અલગ પ્રકારની ગેમ્સ માટેના સ્પોર્ટ સંકુલ નિર્માણ કરવાની વિચારણા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા થોડા સૂચનો કરવામાં આવ્યા છે. જે પ્રમાણે આગામી આયોજન કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના યુનિયન રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આગામી વર્ષ 2023ના સપ્ટેમ્બર માસમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ની બેઠક યોજવા જઈ રહી છે જેમાં ગુજરાતને 2036 ઓલિમ્પિકની મેરબાની કરવા માટેનો જે રોડ મેપ છે તે રજૂ કરવામાં આવશે.

આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે આ નિર્ણયથી અને આ તૈયારીથી ગુજરાતને ઘણો મોટો ફાયદો મળશે વધુમાં તેઓ જણાવ્યું હતું કે 1982માં પણ ભારતે એશિયન ગેમ્સની મેરબાની કઈ રીતે અને 2010માં પણ કોમનવેલ્થ ગેમ્સ ભારતના આંગણે રમાઈ હતી જેથી ઓલમ્પિક માટેની જે સ્વીચાર વ્યવસ્થા અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવવું જોઈએ તે યથા યોગ્ય રીતે ઊભું કરાશે અને ભૂતો અને ભવિષ્યતિ જેવી ઓલમ્પિક ઇવેન્ટ ગુજરાતના આંગણે રમાશે તેવી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.