Abtak Media Google News
  • વોર્ડ નં. 8માં ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન
  • ગુજરાતને સમૃધ્ધિના શીખરે લઈ જવા માટે ભાજપની ડબલ એન્જીન સરકાર કટિબધ્ધ: ડો.વલ્લભભાઈ કથીરિયા
  • રાજકોટ દક્ષિણ મત વિસ્તારના વિકાસને ગતિ આપવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળા

રાજકોટ દક્ષિણ વિધાનસભા-70 પપરથી ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના વોર્ડ નં. 8ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, પૂર્વમંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, નિતિનભાઈ ભારદ્વાજ, વોર્ડ પ્રભારી નિતિનભાઈ ભૂત, વોર્ડના હોદેદારોમાં તેજસ જોશી, કાથડભાઈ ડાંગર, જયસુખભાઈ મારવીયા, અગ્રણીઓ માવજીભાઈ ડોડીયા, રઘુભાઇ ધોળકીયા, મહેશભાઈ રાઠોડ, કિરણબેન માકડીયા, રાજુભાઈ અઘેરા, કોર્પોરેટરો ડો. દર્શનાબેન પંડ્યા, પ્રીતીબેન દોશી, અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, કાર્યકરો, પ્રતિષ્ઠિત નાગરિક ભાઈ-બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 27 વર્ષમાં ભાજપના શાસન દરમિયાન અનેકવિધ વિકાસના લોકોપયોગી કાર્યો થયા છે. જેના પરિણામે ગુજરાતના વિકાસના મોડેલને અન્ય રાજ્યો અનુસરી રહ્યા છે. તેમણે આ તકે ચૂંટણીના દિવસો ઓછા હોઇને કાર્યકરોને અથાગ પરિશ્રમ કરીને મારા કરતા પણ વધુ લીડથી રમેશભાઈ ટીલાળાને જીતાડવા અપીલ કરી હતી. ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતને સમૃધ્ધિના શીખરે લઇ જવા માટે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર કટિબધ્ધ છે. આ ઉપરાંત રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રમેશભાઈ ટીલાળાએ આ મત વિસ્તારનાં વિકાસને વધુ ગતિ આપવા પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. પૂર્વ મંત્રી ઉમેશભાઈ રાજ્યગુરુ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજએ જણાવ્યું કે, ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના મોડેલની વિશ્વ કક્ષાએ નોંધ લેવાઈ છે. ગુજરાતએ ભારતના વિકાસનું ગ્રોથ એન્જીન છે. વોર્ડના પ્રભારી નીતિનભાઈ ભૂતે ચૂંટણી વ્યવસ્થાની કામગીરી અંગે કાર્યકરોને જરુરી માર્ગદર્શન આપીને ઉત્સાહીત કર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.