Abtak Media Google News

આગામી માસના યોજાનારા ત્રણ દિવસીય એક્ઝિબિશનમાં રાજય સહિત દેશભરનાં ૨૫૦૦૦થી વધુ જવેલર્સ રાજકોટને આંગણે પધારશે

જવેલરી ડિઝાઈનના કારીગરો અને મશીનરી મેન્યુફેકચર માટે ૩૫૦ સ્ટોલનું આયોજન

રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલેરી શોની ટીમ  દ્વારા  રાજકોટમાં ૨૫થી ૨૭ મેં  દરમિયાન રેસકોર્સ મેદાનમાં યોજાનારા બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સિબિશન નું આયોજન  કરવામાં આવ્યું છે જેની જાહેરાત આજે રાજકોટમાં શહેર અને ગુજરાતના અગ્રણી જ્વેલર્સ અને હોલસેલરનું ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

Advertisement

લોન્ચિંગ ઇવેન્ટમાં સમાજ અગ્રણી ચીમનભાઈ લોઢીયા, રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ ભાયાભાઇ સાહોલિયાં,સિલ્વર એસોસિયેશનના પ્રમુખ મનુભાઈ આડેસરા,આર કે ગ્રુપના રણજીતભાઇ વાઢેર,તન્વી ગોલ્ડન બિપીનભાઈ વિરડીયા,મશીન ટુલ્સ એસો,ના પ્રમુખ ભરતભાઈ જેપી,સિલ્વર  ડી મેન્યુફેકરીંગ એસો,ના પ્રમુખ અનિલભાઈ તરાવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા  રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલેરી શોની ટીમના  સંજય ધકાણ પ્રવીણ વૈદ્ય, અને મનીષ ભિંડીએ જણાવ્યું  હતું કે અમે ગત વર્ષે પેહેલી વખત  રાજકોટમાં બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સિબિશન  કર્યું હતું અને તેની જવલંત અને ઐતિહાસિક  સફળતા બાદ અને ભાગ લેનાર જ્વેલર્સને જે રિસ્પોન્સ મળ્યો છે તેનાથી અમારો ઉત્સાહ પણ વધ્યો છે  અને સતત બીજા વર્ષે બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સિબિશન  કરવા જઈ રહ્યા છીએ,આ વર્ષે પણ  અમને બહુજ પ્રોત્સાહિત કરી દે તેઓ રિસ્પોન્સ મળ્યો છે  અને સ્ટોલનું પણ બહુજ સારા પ્રમાણમાં બુકીંગ મળ્યું છે.

આ વખતે રાજકોટ ખાતે યોજાનારા  બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સિબિશનમાં કુલ ૩૫૦ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં રાજકોટ,અમદાવાદ,,જામનગર,જૂનાગઢ  ભુજ કચ્છ સહિતના ટોચના જ્વેલર્સ ભાગ લઇ રહ્યા છે જેમાં નામી જ્વેલર્સ જેવા કે અમદાવાદના નાનાલાલ બેચરદાસ જ્વેલર્સ ,બચુભાઈ જીવાભાઈ જ્વેલર્સ જૂનાગઢના  નટુભાઈ ચોક્સીની  વિશ્વ વિખ્યાત ફર્મ  સીવીએમ જ્વેલર્સ,અક્ષર જ્વેલર્સ,રાજકોટના મિલન જ્વેલર્સ,ભીંડી મેન્યુફેકરર્સ,અશોકકુમાર નવિંચંદ્ર  કંપની .બન્સી જ્વેલર્સ,યમુના જ્વેલ વી.રસિકભાઈ જ્વેલર્સ,જે પી એક્સપોર્ટ્સ જાગાણી ,સહિતની ટોચની જ્વેલેરી યુનિટ  ભાગ લઇ રહ્યા છે.

રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલેરી શોની ટીમના પ્રમોટર્સ   સંજય ધકાણ પ્રવીણ વૈદ્ય, અને મનીષ ભિંડીએ વધુમાં જણાવ્યું હતું કે મેં મહિનામાં  યોજાનારા  આ એક્સિબિશન નું ઉદઘાટન  માટે દેશભરના અનેક નામી જ્વેલર્સ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જ્વેલેરી સેક્ટરના કેટલાક  અગ્રણી મહાનુભાવો પણ એક્સિબિશન માં ઉપસ્થિત રહેશે.

આ બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સિબિશનને રાજકોટ સ્થિત રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિયેશન,રાજકોટ સિલ્વર એસોસિયેશન,રાજકોટ સિલ્વર મેન્યુફેકરીંગ  એસોસિયેશન,,રાજકોટ બુલિયન મર્ચન્ટ એસોસિયેશન,કચ્છ બુલિયન ફેડરેશન,અમદાવાદ જ્વેલેરી એસોસિયેશન,જીજેટીસીઆઈ,જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિયેશન   સહિતના અસોસિયેશનનો પણ વિશેષ સહકાર મળ્યો છે.

ગત વર્ષે પેહેલી વખત યોજાયેલા બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સિબિશન માં  ૧૮  હજારથી પણ વધારે વિઝિટર્સ આવ્યા હતા અને અહીંના સ્ટોલ ધારકોને સારા ઓર્ડર પણ મળ્યા હતા અને આ વખતે ૨૫૦૦૦  વિઝિટર્સ માત્ર ગુજરાત અને મુંબઈના જ નહિ પણ સાઉથ ઇન્ડિયામાંથી પણ આવશે જેમાં ખાસ કરીને  હૈદરાબાદ ,ચેન્નાઇ અને કેરાલાના જ્વેલર્સ પણ આવી રહ્યા છે.

આ ઇવેન્ટના આયોજનમાં સહભાગી મુદ્રા ઇવેંટ્સ નેટવર્ક ના મિતુલ ડોંગા અને તેની ટીમ દ્વારા સંપૂર્ણ એર ક્ધડીશંડ જર્મન ડોમ બનાવામાં આવશે. મિતુલ ડોંગાએ  જણાવ્યું હતું કે ગુજરાતનું સૌથી મોટું જ્વેલરી એક્સ્પો   થવા જઈ  રહ્યું છે ત્યારે  ૩૪૫ ફૂટ લાંબા  મુખ્ય જ્વેલરી ગોલ્ડ ડોમમાં ૧૨૫થી વધારે સ્ટોલમાં બનશે.

બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સિબિશન ને સફળ બનાવા માટે સંજય ધકાણ,પ્રવીણ વૈદ્ય,મનીષ ભીંડી ઉપરાંત ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. શહેરમાં યોજાનાર જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિ બિશનમાં રાજયના મેટ્રો સિટી સાથે દેશભરમાંથી મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી સાથે સાઉથ ઈન્ડિયાના પણ વેપારીઓ એક્ઝિ બિશનની મુલાકાતે પધારશે. ગત વર્ષે ૧૮ હજારથી પણ વધુ મુલાકાતી આવ્યા હોય ત્યારે આ વર્ષે ૨૫ હજારથી પણ વધુ મુલાકાતી પધારશે.

શહેરના જેમ્સ એન્ડ જવેલરી શોની ટીમનાં પ્રમોટર્સ સંજય ધકાણ, પ્રવિણભાઈ વૈદ્ય અને મનીષભાઈ ભીંડીએ વધુમાં જણાવ્યું હતું કે, મે માસમાં યોજાનાર એક્ઝિબિશનમાં દેશભરના નામી જવેલર્સ ઉપસ્થિત રહેશે.વધુમાં જણાવતા મનીષભાઈ ભીંડીએ કહ્યું હતું કે, રાજકોટ પ્રોડકશન માટે હબ ગણવામાં આવે છે.

‘લાઈટ વેઈટ’ જવેલરીની ડિઝાઈન રાજકોટની અનેરી ઓળખ ધરાવે છે, એન્ટી, કુંદન, ડાયસ કટીંગ, વર્ટીકલ માળા અને બાલી જેવી ડિઝાઈનો રાજકોટ શહેરની ઓળખાણ છે. દર મહિને રાજકોટમાંથી જ ૨૦૦ કિલો જેટલા સોનાના ઘરેણાઓ બને છે. ત્યારે જેમ્સ એન્ડ જવેલરી એક્ઝિબીશન દ્વારા શહેરના વેપારીઓ અને મેન્યુફેકચર્સ અને કારીગરોનાં વેચાણમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થવાની શકયતાઓ છે. એક્ઝિબીશનથી ફકત રાજય નહીં પરંતુ દેશભરના જવેલરી વેપારીઓમાં રાજકોટની અલગ ઓળખાણ બની રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.