Abtak Media Google News

પરીક્ષામાં સફળ થવા માટે વિઘાર્થીઓને નિષ્ણાંતો આપશે માર્ગદર્શન: આયોજકો અબતકની શુભેચ્છા મુલાકાતે

ગુર્જર પ્રજાપતિ સમાજ ભગવતીપરા દ્વારા સમાજના વિઘાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે ફ્રી માર્ગદર્શન સેમીનારનું આગામી રવિવારે બપોરે ૨.૩૦ થી ૬.૩૦ સુધી ૧૫-ભગવતીપરામાં આવેલી સમાજવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગત આપવા નિલેશ પાટડીયા, જસવંત મંડલી, જેન્તી હળવદીયા, વિજય પાટડીયા, માવુ પંચાસરા અને જેન્તિ મુંડીયાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સેમીનારમાં સ્થાનિક તેમજ બહાર ગામના સમસ્ત પ્રજાપતિ સમાજ ભાગ લઇ શકશે. સેમીનારમાં નિષ્ણાંતો પોતાના અનુભવી થકી વિઘાર્થીઓને પરિક્ષામાં સફળ કેમ થવું તે અંગે માર્ગદર્શન આપશે. સેેમીનારમાં ભાગ લેવા માટે વિઘાર્થીઓએ મો. નં. ૯૯૧૩૪ ૨૧૨૨૧ અથવા ૮૫૩૦૩ ૮૮૮૮૮ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સંજય ધૂળકોટીયા, મંત્રી પરેશ મુલીયા, ઉપપ્રમુખ મુકેશ ચૌહાણ, ખજાનચી નરેન્દ્ર ઝિંઝુવાડીયા, સહમંત્રી મનસુખ ચૌહાણ, સહ ખજાનચી કિશોર ચાવડા, ઓડીટર કૈલાસ, જાગીણી સહીત કારોબારી સભ્ય નરેન્દ્ર મકવાણા, ગુણવંત કોશીયા, ચતુર કોશીયા, ભરત મુલીયા, પ્રકાશ મુલીયા, અમુ મુલીયા, કાંતિ મુલીયા, નારણ મકવાણા, રાજુ ભલસોડ, હરેશ ચાવડા, નિરવ કોશીયા, મહેશ ભલસોડ, હિતેશ ચાવડા, જયેશ કોશીયા તથા પાર્થભાઇ ધુળકોટીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.