Abtak Media Google News

પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક અને રમતગમત સમિતિ દ્વારા આયોજન સફળ કરાયું

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે સમાજનાં લોકો વધુને વધુ સંગઠીત બને અને સમાજનાં સર્વાંગી વિકાસમાં મદદ‚પ બને તે માટે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાતિ સમસ્ત દ્વારા ઓલ ઈન્ડીયા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતુ. આ સમગ્ર આયોજનનું સંચાલન જ્ઞાતિ સમસ્ત ના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક અને રમત ગમત સમિતિ દ્વારા તથા સમાજનાં વડીલો અને આગેવાનોનાં માર્ગદર્શન હેઠળ યુવાનોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ સમગ્ર આયોજનમાં પ્રથમ મીટીંગમાં સર્વાનુમતે નકકી થયા મુજબ ઓલ ઈન્ડીયામાંથી કુલ ૨૦ ટીમો વચ્ચે ચાર દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતુ. જેમાં તા.૪.૪ થી ૭.૪ દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડમાં રાજકોટ ખાતે રમાડવામાં આવી હતી.

આ ટુર્નામેન્ટનાં મેન ઓફ ધ સીરીઝ તરીકે વિશ્ર્વકર્મા ઈલેવન સુરતના ખેલાડી વિહાન ખોલીયાને જાહેર કરેલ હતો. તેમજ ટુર્નામેન્ટનાં તમા મેન ઓફ ધ મેમાં ધર્મેશ રાઠોડ પરેશ ચોટલીયા, પારસભાઈ, સંદીપભાઈ વાઢેર, ચિંતનભાઈ ખોલીયા, રાજુ વ‚, નીતીનભાઈ, જયદિપભાઈ, રાહુલભાઈ, અશોકભાઈ, હાર્દિક સોલંકી, સાગરભાઈ, જયેશભાઈ ટાંક, સંજયભાઈ સંદીપભાઈ વાઢેર, વિશાલ, તેજશભાઈ, નૈમિષ, વિહાન ખોલીયાને જાહેર કરાયા હતા.

આ સમગ્ર આયોજનમાં બહારગામથી પધારેલ દરેક ટીમો માટે સંપૂર્ણ વિના મૂલ્યે રહેવા તથા જમવાની સુંદર વ્યવસ્થા જ્ઞાતિ સમસ્ત દ્વારા કરવામાં આવેલ હતી. દરેક મેચનું લાઈવ સ્કોર અપડેટ મોબાઈલ એપલીકેશન દ્વારા કરવામાં આવ્યું હતુ જેથી બહારગામના લોકો પણ ટુર્નામેન્ટ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી શકે અને સ્કોર અપડેટસ મેળવતા રહે. આ સમગ્ર આયોજનમાં દરેક મેચના મેન ઓફ ધ મેચને ટ્રોફી આપવામાં આવી હતી. તથા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમને પણ ટ્રોફી આપવામાં આવી હતી, આ ટુર્નામેન્ટમાં સેમી ફાઈનલ મેચ માં ધાર્મી ઈલેવન રાજકોટ, મમતા ઈલેવન રાજકોટ, વિશ્ર્વકર્મા ઈલેવન સુરત આવેલ હતી. અને ફાઈનલ મેચમાં ધાર્મી ઈલેવન રાજકોટ અને વિશ્ર્વકર્મા ઈલેવન સુરત વચ્ચે રમાયો હતો. જેમાં વિશ્ર્વકર્મા ઈલેવન સુરત ચેમ્પીયન બની હતી.

આ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ સમયે જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા દરેક ટીમોને તથા મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સીરીઝના ખેલાડીઓને ઈનામો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન વિવિધક શહેરોમાં વસતા કડિયા સમાજના યુવાનો સંગઠીત બને અને તેમના વચ્ચે સંકલન વધે અને સમાજનું પાયાનું ઘડતર વધુને વધુ મજબુત બને તે માટે આવા વિવિધ પ્રકારનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામા જ્ઞાતિ સમસ્તના હોદેદારો તથા આગેવાનોની સાથે સાંસ્કૃતી તેમજ રમત ગમત સમિતિના તમામ સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.