Abtak Media Google News

52 પૈકી 28 જેટલા વોકળાની સફાઈ પૂર્ણ: 31મી સુધીમાં બાકીની કામગીરી પુરી કરવા મેયરનો આદેશ

મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની મેયર પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં 31મેં સુધીમાં તમામ વોકળાની સફાઈ કરી નાખવાનો આદેશ અપાયો હતો. જે મુજબ મહાપાલિકાએ 52 પૈકી 28 વોકળાની સફાઈ કરી નાખી છે.

Advertisement

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે,  મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જુદા જુદા વિભાગોના અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ મિટિંગમાં ડ્રેનેજના મેઈન હોલની સફાઈ, રસ્તાના કામો ચોમાસા પહેલા પૂર્ણ કરવા, સ્ટોર્મ વોટર લાઈનની સફાઈ, પીવાના પાણીની લાઈનનાં વાલ્વ ચેમ્બરની સફાઈ, ચોમાસા દરમ્યાન જ્યાં જ્યાં પાણી ભરાઈ તેવા વિસ્તારોનો સર્વે કરવા, આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે શહેરમાં આવેલ નાના મોટા પર વોકળાઓની સફાઈ 31 મે સુધીમાં પૂર્ણ કરવા જણાવેલ અને આ માટે જરૂરી મશીનરી ભાડે રાખવાની જરૂરત પડે તો ભાડે રાખવા તાકીદ કરવામાં આવેલ.

Screenshot 6 2 1

મિટિંગના અનુસંધાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર કરાયું છે કે શહેરમાં કુલ 52 વોકળાઓ આવેલ છે. જેમાં 23 મોટા વોકળા અને 29 નાના વોકળા આવેલ છે. પૂર્વ ઝોનમાં કુલ 12 નાના અને 6 મોટા વોકળા આવેલ છે. જેમાં 9 નાના અને 3 મોટા વોકળાની સફાઈ કરવામાં આવેલ છે. મધ્ય ઝોનમાં કુલ 13 નાના અને 10 મોટા વોકળા આવેલ છે. જેમાં 5 નાના અને 4 મોટા વોકળાની સફાઈ કરવામાં આવેલ છે. પશ્ચિમ ઝોનમાં કુલ 4 નાના અને 7 મોટા વોકળા આવેલ છે. જેમાં 4 નાના અને 3 મોટા વોકળાની સફાઈ કરવામાં આવેલ છે. આમ કુલ 29 મોટા વોકળામાંથી 18 અને 23 નાના વોકળામાંથી 10 વોકળાની સફાઈ કરી નાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.