Abtak Media Google News

જોડીયા તાલુકાના હહિયાણા ગામે સુવિધા પથના હડિયાણા ગામે સીસીરોડનુંકામ બાંધકામ શાખા જિલ્લા પંચાયત, જામનગર દ્વારા કરવામાં આવેલ આરોડની રકમ રૂ.૨૨૭૮૪૦૦ અને લંબાઈ ૨૬૦ મીટર છે. જેનું ખાતમૂહૂર્ત જામનગર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન હેમંતભાઈ ખવા તથા આ વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય એસ.એસ.ખ્યારના હસ્તે કરવામાં આવેલ હતુ. આ ખાતમૂહૂર્ત સમયેજિલ્લા પંચાયતના સદસ્ય પ્રવિણભાઈ માધાણી, હડિયાણાના માજી સરપંચ ભરતભાઈપરમાર, હડીયાણાના સરપંચ જયસુખભાઈ પરમાર, તાલુકા પંચાયતના માજી સદસ્ય અરજણભાઈ વકાતર, તાલુકા કોંગ્રેસ સમિતિ જોડીયાના પ્રમુખ નુરમામદભાઈ પરમલ, યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ મામદબાપુ કાદરી, યુવક કોંગ્રેસના મહામંત્રી હાજીભાઈ બારૈયા અને અલફુરકાન ઉપસ્થિત રહી આ રોડનું ખાતમૂહૂર્ત કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.