Abtak Media Google News

૩૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે: મુંબઇથી ખાસ લેડી બોડી બિલ્ડર ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુકાલાતે

આગામી તા. ર૧-૪ ને રવિવારે રાજકોટ ડીસ્ટ્રીકટ  બોડી બીલ્ડીંગ એસો. અને મસલ્સ જીમ- યાજ્ઞીક રોડ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર બોડી બીલ્ડીંગ સ્પર્ધા કરવામાં આવશે.

રવિવારે સ્પર્ધામાં ૩૦૦ થી વધુ જેટલા સ્પર્ધકો ભાગ લઇ રહ્યા છે. અને રસાકસી ભરી સ્પર્ધા રવિવારે શહેરની જનતાને જોવા મળશે.

આ સ્પર્ધાને સફળ બનાવવા માટે મસલ્સ એન્ડ ફીટનેસ જીમના જીજ્ઞેશ રામાવત કેવલ રાઠોડ, પાર્થ અરોરા, જીવણ પરમાર, જયદીપ સોની,  જીજ્ઞેશ અમરેલીયા, જનક ધારેચા તથા વિશેષમાં દિવ્યરાજસિંહ જગતસિંહ  જાડેજા સ્કોડા શોરૂમ (રીબડા) વિશેષ હાજર રહેશે.

Advertisement

બોડી બિલ્ડીંગ એસો.ના કેતન ત્રિવેદી, દીલુભા વાળા, રિતેષભાઇ પટેલ, નિલેશ વાળા, કરણી સેનાના કિશોરભાઇ રાઠોડ, ચંદદ્રભાઇ રાઠોડ, કેતન રાવલીયા તેમજ જનતા ફાર્માના અનિલભાઇ પટેલ અને કેતનભાઇ સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. આ સ્પર્ધાને વધુ સારી રીતે યોગ્ય લેવલે પ્રોત્સાહન પુરુ પાડવા (ઇ.એસ.એન) ઇવોલ્યુશન સ્પોટર્સ ન્યુટ્રીશન કાું. તેમજ મુંબઇથી બોડી બિલ્ડર સંઘ્યા યાદવ, માઝ બીલાખીયા, સમઝ સૈયદ, તેમજ સચિન સાવંત વગેરે પણ વિશેષ ઉ૫સ્થિત રહેવાના છે.

અત્રે નોંધનીય છે કે રવિવારે સવારના ૮ વાગ્યા સુધી એન્ટ્રી સ્વીકારવામાં આવશે. મસલ્સ એન્ડ ફીટનેશ જીમ ડોકટર યાજ્ઞીક રોડ ખાતે અન્ય ઇન્કવારી માટે મો. ૯૮૯૮૧ ૦૦૦૪૦ પર સંપર્ક કરવો સ્પર્ધા રમેશ પારેખ રંગમંચ રેસકોર્ષ રાજકોટ ખાતે યોજાશે. સ્પર્ધામાં મુંબઇથી ખાસ લેડી બોડી બિલ્ડર ઉ૫સ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કરશે. સ્પર્ધાની ભવ્ય સફળતા માટે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.