Abtak Media Google News

ગત વર્ષમાં ગન કલ્ચરથી ૩૬ હજારથી વધુ લોકોનાં નિપજયા હતા મોત

અમેરિકા હાલ ગન કલ્ચરનું ભોગ બની રહ્યું છે. નવયુવાનોમાં હાથમાં હથિયારો આવી જતા તેઓ સમાજમાં પણ દુષણ પેદા કરી રહ્યા છે ત્યારે એવી જ એક ઘટના યુનાઈટેડ સ્ટેટ ઓફ એલાબામામાં બની જેમાં ૧૪ વર્ષીય બાળકે કુટુંબનાં ૫ સભ્યોની હત્યા કરી નાખી અને ત્યારબાદ પોલીસને જાણ કરી આત્મ સમર્પણ કરી દીધું.

પોલીસ ઘટના સ્થળ પર પહોંચતા જ ૩ લોકોનાં મૃત્યુ ઘટના સ્થળે જ નિપજયા હતા જયારે અન્ય બે લોકોને હવાઈ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયાં તેઓનાં મોત થયા હતા. પોલીસ અધિકારીઓ હાલ બાળકની પુછપરછ કરી રહ્યા છે અને જે હથિયારથી હત્યા કરવામાં આવી તેની પણ હાલ શોધખોળ શરૂ છે. ગન કલ્ચર અમેરિકામાં દિન-પ્રતિદિન વધતા એક વર્ષમાં ૩૬૦૦૦ મોત નિપજયા છે જેમાં હોમી સાઈટનાં ગુનામાં અનેકગણો વધારો નોંધાયો છે.

અમેરિકા સમૃદ્ધ દેશ અને જગત જમાદાર હોવા છતાં પણ ત્યાં ગુનાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. નવયુવાનોનાં હાથમાં હથિયારો કયાંથી આવી જાય છે તે સરકાર માટે ચિંતાનો

વિષય છે ત્યારે આગામી દિવસોમાં અમેરિકા તેનાં ગન કલ્ચરથી પ્રચલિત છે તે દુષણ કઈ રીતે દુર કરી શકશે તે

દિશામાં સરકાર પ્રયત્નો પણ કરી રહી છે અને વિચાર-વિમર્શ પણ કરી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.