Abtak Media Google News

જયેશ કુકડીયાનો સિટી એન્જિનિયર બનવાનું સપનું રોળાયું

રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બોર્ડની બેઠકમાં સિટી એન્જીનીયર સ્પેશિયલની જગ્યા માટે હા‚ન દોઢીયા અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે અમિતભાઈ સવજીયાણીની પસંદગી કરવામાં આવી હતી. સિટી એન્જીનીયરની પસંદગી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવતા આ દરખાસ્ત બહુમતીથી મંજુર કરાઈ હતી.

Advertisement

મહાપાલિકામાં સિટી એન્જીનીયર સ્પેશિયલની જગ્યા માટે ૧૩ ઉમેદવાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે ૧૧ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા સિટી એન્જીનીયર સ્પેશિયલની જગ્યા માટે જયેશ કુકડીયા અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે અમિત સવજીયાણીના નામ ઓફિસર્સ સિલેકશન કમિટીમાં મોકલવામાં આવ્યા હતા. ઓફિસર્સ સિલેકશન કમિટીએ એક-એક નામને મંજુરી આપી દેવાના બદલે તમામ ઉમેદવારોને ફરી ઈન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતા એમ પાંચ પદાધિકારીઓની ઓફિસર્સ સિલેકશન કમિટી દ્વારા તમામ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લઈ માર્ક મુકવામાં આવ્યા હતા. આજે જનરલ બોર્ડની બેઠકમાં સિટી એન્જીનીયર સ્પેશિયલની જગ્યા માટે હારૂનભાઈ દોઢીયા અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે અમિતભાઈ સવજીયાણીની પસંદગી કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં સિટી એન્જીનીયર સ્પેશિયલની જગ્યા માટે હારૂનભાઈ દોઢીયાની પસંદગી સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવતા આ દરખાસ્ત બોર્ડમાં બહુમતીથી પસાર કરવામાં આવી હતી તો ચીફ એકાઉન્ટન્ટ તરીકે અમિત સવજીયાણીની પસંદગી કરવાની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરાઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.