Abtak Media Google News

૧૫૦ ફૂટ રીંગરોડ પર

આધુનિક મશીનરી સાથે તમામ પ્રકારની  સારવાર-સર્જરી ઉપલબ્ધ: ૨૪ કલાક ઓપીડી: ૧૦% ડિસ્કાઉન્ટ સાથે ૧૦ કિમીના અંતર સુધીમાં દર્દીઓને ઘેરબેઠા મેડીસીન પ્રોવાઈડ કરાશે

સેન્ટર હેડ ડો. મનિષ અગ્રવાલ સાથે નિષ્ણાંતો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

શહેરના હાર્દસમા ૧૫૦ ફૂટ રીંગરોડ, અયોધ્યા ચોક નજીક કાર્યરત એચસીજી હોસ્પિટલ એક અગ્રણી હેલ્થકેરક સંસ્થા છે જે ટ્રસ્ટ, પારદર્શિતા અને નૈતિક વ્યવહાર સાથે વ્યાપક કાળજી પહોચાડવા માટે પ્રતિબધ્ધ છે. એચસીજી હોસ્પિટલ્સ રાજકોટનું ભવ્ય ઉદઘાટન આગામી ૨૮મી ઓકટોબરના રોજ રવિવારે સવારે ૯ કલાકે રાખેલ છે.

તેમજ રવિવારે એચસીજી હોસ્પિટલ ચેરમેન ડો. બી.એસ. અજયકુમાર અને રીજીયોનલ ડાયરેકટર તરીકે ડો.ભરત ગઢવી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત નેફોલોજી નિષ્ણાંત ડો. સંજય પંડયા, ઓથોપેડિકસ ડો. મિતલ દવે, ન્યુરો સર્જન ડો. મલય ઘોડાસરા, પ્લાસ્ટિક સર્જરી માટે ડો. મગન ભાલોડીયા, કાર્ડિયોલોજી ડો. નીખીલા પાંચાણી જનરલ સર્જરી માટે ડો.એન.જી. લાડાણી, ડો. યોગેશ મહેતા, ક્રિટીકલ કેર માટે ડો. અંકુર વરસાણી, ડો.અમિત વસાણી, તેમજ ડો. ભરત પારેખ, ડો. બંકિમચંદ્ર થન્કી, ડો. ગીરીશ પટેલ, ડો. સુધીર ભીમાણી, ડો. વિનોદ રાખોલીયા, ડો. પ્રશાંત ત્રિવેદી, ડો. રાજેન્દ્ર સાગર અને ડો. સંજય ભટ્ટ કાર્યરત રહેશે.

એચસીજી હોસ્પિટલના સેન્ટર હેડ ડો. મનીષ અગ્રવાલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે આ હોસ્પિટલમાં દર્દીને મોટી બીમારીથી લઈ તમામ પ્રકારની સારવાર મળશે તેમજ ડોકટર્સ અને કર્મચારીઓ સેવાભાવથી કામ કરે છે. હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી સાથે તમામ પ્રકારની મશીનરી ઉપલબ્ધ છે. તેમજ ૨૪ કલાક ઓપીડી ચાલુ રહે છે.

ઝડપી યુગમાં લોકોની જીવનશૈલી અને તંદુરસ્તી વિશે વાતચીત કરતાં વધુમાં જણાવ્યું હતુ કે આજે વ્યકિત ૧૦૦ વર્ષની ઉમર માત્ર ૪૦ વર્ષ જીવે છે. દરેક વ્યકિત સમયસર ભોજન, વ્યાયામ, અને સ્ટ્રેસ દૂર કરી જીવન ગાળે તો તંદુરસ્તી અને સ્ટેમીના સામે ચાલીને આવે છે. હોસ્પિટલમાં માત્ર રાજકોટનાં જ નહિ પરંતુ અન્ય શહેરી રાજયના તબીબો સેવા આપશે.

હાલ સ્વાઈન ફલુના કેસો માટે ખાસ વોર્ડ શ‚ કરવામાં આવ્યો છે. દરેક નાની મોટી તબીબી સારવારથી લઈ બાયપાસ સર્જરી, એન્જિયોગ્રાફી સુધીની સારવાર રાહતદરે કરવામાં આવશે. શહેરીજનોએ કોઈપણ સારવાર કે ઓપરેશન માટે અન્ય શહેરોમાં જવું નહિ પડે અત્રેની હોસ્પિટલમાં તમામ નિદાન સારવાર અને સર્જરી ઉપલબ્ધ છે.

ડો. મનિષ અગ્રવાલે વધુમાં જણાવ્યા મુજબ હોસ્પિટલ દ્વારા ખાસ પ્રકારે ઘેરબેઠા મેડીસીન પૂરી પાડવામાં આવશે. દવાઓ ૧૦% ડિસ્કાઉન્ટ સાથે ૧૦ કિલોમીટર સુધીના કોઈપણ અંતરે પહોચાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.