Abtak Media Google News

ન્યારા અને ખંભાળામાં એકતા રથનું ઉત્સાહભેર સ્વાગત: જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રાંત અધિકારી સહિતનાની પ્રેરક ઉપસ્થિતિ

આગામી ૩૧ ઓક્ટોબરના રોજ નર્મદા ડેમ ખાતે અનાવરણ થવા જઇ રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને અનુસંધાને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલના કાર્યોની ગાથા તથા સામાજિક એકતા, સદ્દભાવના સંદેશ સો નીકળેલી એકતા યાત્રા પડધરી તાલુકાના ન્યારા તથા ખંભાળા ગામે આવી પહોંચ્યા, તેનું ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અવસરે પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયા પણ એકતા યાત્રામાં જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની વૈશ્વિક ઓળખનું પ્રતિક બનશે, એવો આશાવાદ દર્શાવ્યો હતો.00 3મંત્રી જયેશભાઇ રાદડિયાએ કહ્યું કે, આઝાદા બાદ દેશી રજવાડાઓનું ભારતમાં વિલિનીકરણ કરણી સરદાર પટેલે ટૂંકડાઓમાં વહેચાયેલા ભારત વર્ષને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. આ જટિલ અને કઠીન કાર્ય બદલ લોકો તેમને સદાકાળ માટે યાદ રાખશે.000 1આવનારી પેઢીને સરદારના ઉક્ત કાર્યની જાણકારી મળતી રહે અને નવી પેઢીને તેમનામાંથી પ્રેરણા મળતી રહે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. ત્યારે, આપણા સૌની જવાબદારી છે, સૌ યથાશક્તિ યોગદાન આપીને ભારતને વધુ મજબૂત બનાવીએ.0000 4પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયાએ કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે આદિવાસી વિસ્તારનો વિકાસ થશે. પ્રવાસન પ્રવૃત્તિ વધશે. લોકોને રોજગારીની તકો મળશે.

એકતા રથનું ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી સ્મરણાંજલિ આપી હતી. સરદાર પટેલના જીવનકવન પર આધારિત દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા, ધીરુભાઇ તળપદા, ખંભાળાના સરપંચ મગનભાઇ મકવાણા, ન્યારાના સરપંચ મંજુલાબેન પીપળિયા, પ્રવીણસિંહ જાડેજા, અગ્રણીઓ તુલસીભાઇ, ગોરધનભાઇ, મગનભાઇ ચડાણિયા, પ્રાંત અધિકારી ઓમ પ્રકાશસહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.