Abtak Media Google News

રાજકોટમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના આરોગ્ય સચિવ જયંતી રવીને પાંચ દિવસ માટે ખાસ રાજકોટ મોકલ્યા છે. આ ઉપરાંત ૧૫ નિષ્ણાંત તબોબોની પણ રાજકોટ માટે ખાસ ફરજ નિયુક્ત કરાયા છે. ગઈકાલથી રાજકોટ આવી પહોંચેલા આરોગ્ય સચિવ જયંતી રવિએ આજે સવારે સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. હોસ્પિટલમાં કેટલીક ખામીઓ દેખાતા સ્ટાફને તતડાવી નાખ્યો હતો. આ ઉપરાંત તેઓએ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને સાથે રાખી શહેરના વોર્ડ નં.૧,૭,૯,૧૦ અને ૧૪માં આવેલા કોર્પોરેશનના અલગ અલગ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલી આરોગ્યલક્ષી કામગીરીની ચકાસણી કરી હતી. ધનવંતરી રથની કામગીરીનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું. શહેરમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. આજે બપોર સુધીમાં ૪૨ નવા કેસ નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.