Abtak Media Google News

ભાડલા નદી ગાંડીતુર: ખેતરોનું ધોવાણ

કોટડા સાંગાણીમાં રાત ભર થી સાંજે 5 વાગ્યા સુધી   પાંચ ઈંચ વરસાદ પડી ગયેલ ,સોમવારે રાત્રે થી સવાર સુધી વરસાદ પડેલ. ત્યાર બાદ  ફરીથી સવારથી વરસાદ ચાલુ થયેલ.આસપાસ ના  ઘણા બધા ગામોમાં ભારે વરસાદ પડેલ .ભાડવા ની નદીઓ ગાડીતુર થયેલ ભાડવાથી રાજપરા રોડ પર આવેલ  બેઠા પુલ પર પણ પાણી ફરી વળ્યાહતા જેથી ભાડવા થી રાજપરા રોડ દોઢ કલાક સુધી રસ્તો બંધ થયેલ હતો લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડેલ હતી. ભારે વરસાદ પડવાથી ભાડવા ગામમાં રાજુભાઈ ખુંટ નું ઢાળીયું ધરાસઇ થયેલ કોઈ જાનહાની થયેલ નથી. કોટડાસાંગાણી ના નવી ખોખરીમાં ભારે વરસાદ પડતા પૂરના પાણી ખેતરમાં ફરી વળ્યા ખેતરમાં વાવેલો મગફળીનો પાક ધોવાઈ ગયેલ હતો. જૂની ખોખરીના ખાતેદાર ખેડૂતો કાનજીભાઈ ધનજીભાઈ સરવૈયા ની ગોંડલી નદીના કાંઠે સર્વ નં.60 ચાર એકર મા મગફળીમાં પાક વાવેલો હતો જે ગોંડલી નદીના ભય જનક સપાટી વટાવી જતા પૂરના પાણી ખેતરમાં ફરી વળતા મગફળી નો પાક વાવેલો હતો જે ગોંડલી નદી સપાટી વટાવી જતા પૂરના પાણી ખેતરમાં ફરી વળતા મગફળીનો વાવેલો પાક પૂરના પાણી ખેતરોમાં ફરિ વરતા પાક ધોવાઈ ગયેલ હતો.

Advertisement

કોટડાસાંગાણી માં રાજગઢ ચોકડી પાસે પાણી ભરાય જતા રોડ પરથી વાનચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડેલ. આ રોડ પરથી માણેકવાડા રાજગઢ રામોદ વાહન ચાલકો જતા ભારે મુશ્કેલી સામનો કરવો પડે. કોટડા સાંગાણીમાં રાધાકૃષ્ણ સોસાયટી શેરી નંબર ્1 માં પાણી ભરાયેલ લોકોને જવા માટે ભારે મુશ્કેલી સામનો કરવો પડેલ .આવી મુશ્કેલી ક્યારે દૂર થશે લોકોની માંગણી કોટડા સાંગાણીના ડેમોમાં નવા પાણીની આવક ગોંડલી ડેમમાં 14 ફૂટ ની સપાટી થયેલ હાલ પાણી ની  આવક ચાલુ્. હાલ ની સપાટી વાછપડી ડેમમાં સાડા સાત ફૂટ ત્યાં પણ  નવા નિરની આવક ચાલુ કરમાર ડેમ મા પાણીની આવક ચાલુ  હાલની સપાટી 5 ફૂટ નવીમેગણી ડેમમાં મોતીસરડેમમાં 90% પાણી આવી ગયેલ પાણી આવક ચાલુ તેમજ ઓવર ફલો થવામાં દોઢ ફૂટ પાણી બાકી રહેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.