Abtak Media Google News

રાજયની મહાનગરપાલિકા અને નગર પાલિકાઓમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકો માટે આગામી 6 ઓગસ્ટના રોજ મતદાન થવાનું છે. દરમિયાન ફોર્મ ચકાસણીના દિવસે પાલિતાણા નગરપાલિકાની પેટા ચુંટણી લડવા માટે દાવેદારી કરનાર કોંગ્રેસના ધર્મેન્દ્રસિંહ સરવૈયા (ઓમદેવસિંહ)નું ફોર્મ ચુંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. જેની સામે તેઓએ અદાલતના દ્વાર ખખડાવતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફોર્મ રદ કરવાના ચુંટણી અધિકારીના નિર્ણયને સ્ટે કરી ચુંટણી લડવા મંજુરી આપવામાં આવી છે.

પાલિતાણા નગરપાલિકાની પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ મહાવીરસિંહ સરવૈયા (ઓમદેવસિંહ) ફોર્મ ભર્યુ હતું જે ફોર્મ ચકાસણી દરમિયાન ચુંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું હતું. જેની કોગ્રેસે એડવોકેટ બાબુભાઇ માંગુકીયા મારફત ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઇકોર્ટ દ્વારા ઓમદેવસિંહનું ચુંટણી ફોર્મ રદ કરવાના નિર્ણયને સ્ટે કરવામાં આવ્યો છે. અને હવે તેઓને ચુંટણી લડવા માટે મંજુરી આપવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલ દ્વારા આવકારવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.