Abtak Media Google News

ચંદ્રયાન-૩નું  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ

Whatsapp Image 2023 08 24 At 08.32.48

ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા નિર્મિત ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું .  ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગરના ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ખાતેથી ચંદ્રયાન-૩ લેન્ડિંગનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

કૃષિ મંત્રીશ્રીએ ચંદ્રયાન-૩ મિશનના વિચારબીજથી લઇ ચંદ્રની સપાટી પર તેના સફળ લેન્ડિંગ સુધી પોતાનું યોગદાન આપનાર પ્રત્યેક ભારતીયને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વૈશ્વિક કક્ષાએ એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, તેમાં  ચંદ્રયાન-૩નું સફળ લેન્ડિંગ વધુ એક સીમાચિન્હ બન્યું હતું .

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.