Abtak Media Google News

વર્તમાન સમયમાં સફળતાનાં ટોચે ઝળહળતી આજન એચ.એન. શુકલ કોલેજની સ્થાપના ઇ.સ. ૧૯૯૯-૨૦૦૦ ના શૈક્ષણિક સત્રથી માત્ર એક જ ડીગ્રી કોર્ષ B.C.A  અને કુલ ૩૦ વિઘાર્થીઓથી થયેલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન આ કોલેજનાં શરુઆતનાં પ્રારંભિક વર્ષથી આજ સુધીની સફર તરફ નજર નાખતા ચોકકસપણે ગર્વ અનુભવાય તેવી તેની વિકાસ યાત્રા રહી છે. માત્ર એક જ કોર્ષથી શરુ થનાર એુચ.એન.શુકલ કોલેજ આજે એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસમાં પરિવર્તિત થઇ ચૂકી છે. આજે અહીં કુલ ૧૯ જેટલા ડીગ્રી કોર્ષ ચાલે છે જેમાં કુલ પ૦૦૦ થી પણ વધુ વિઘાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમાં દર વર્ષે વિઘાર્થીઓની સંખ્યામાં વધારો જ થતો રહે છે.

Advertisement

AICTE, NCTE, GTU, BCI, PCI, AYUSHદ્વારા માન્યતા મેળલ વિવિધ કોર્ષ જેવા કેB.C.A., B.Se., (IT)

B.B.A., L.L.B. (5 Year inegrated), B.Com (Eng.), B.Sc., B.PHARM, M.PHARM, B.se.  Nursing B.A.M.S.B.H.M.S. Nursing (ANM & GNM) Diploma Enginering, M.B.A., M.Com., M.Sc. (I.T.& C.A.) M.S.W., M.Se. P.G.D.C.A. B.Ed.અહીં ચાલે છે.

32 1વિઘાર્થીઓન શ્રેષ્ઠ શૈક્ષણિક માર્ગદશન આપવા માટે અનુભવી તેમજ તજજ્ઞ સ્ટાફગણ આ કોલેજમાં સતત કાર્યશીલ રહે છે. ૭૦૦ થી વધારે કમ્પ્યુટર્સ ધરાવતી સાધન-સંપન્ન લેબ, ડીજીટલ એજયુકેશન, દ્વારા શિક્ષણ, ઇન્ટરનેટ સુવિધા, પ્રોજેકટ માર્ગદર્શન, ઓનલાઇન પરીક્ષાઓ વગેરે પણ આ કોલેજની આગવી વિશેષતાઓ છે.

વિઘાર્થીઓનો સર્વાગી વિકાસ એ આ કોલેજનો સ્થાપના કાળથી જ ઘ્યેય રહ્યો છે. જે સિઘ્ધ કરવા માટે આ કોલેજ હંમેશા વિઘાર્થી લક્ષી અભિગમ અપનાવે છે. અને વિઘાર્થી લક્ષી શૈક્ષણિક પઘ્ધતિ વિકસાવે છે. શિક્ષણની સાથે વિઘાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ પણ બહાર આવે તથા તેમાં તેઓ પારંગત બને તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. તેથી જ શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સહ અભ્યાસક પ્રવૃતિઓ જેવી કે, અભ્યાસક્રમની સાથે સાથે ફોરેન લેગ્વેજ, ગર્વમેન્ટ કોમ્પીટીટીવ પ્રોગ્રામ જેવા વધારાના કોર્ષ પણ વિઘાર્થીઓને કરાવવામાં આવે છે. તેમજ સેટેલાઇટ કે એર એજયુકેશન દ્વારાCA, CS, UPSC, GPSEજેવી અધરી કહી શકાય તેવી  Exam ની તૈયારી પણ ઇન્ડીયાના  Top Faculty    દ્વારા કરાવવામાં આવે છે.

ુશ્રી એચ.એન. શુકલ કોલેજ માત્ર સૌરાષ્ટ્રની નહીં પણ ગુજરાતની એકમાત્ર કોલેજ છે જે આ સેટેલાઇટ કે એર એજયુકેશન શરુ કરનાર છે. આ રીતે શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સહ અભ્યાસક્રમ પ્રવૃતિઓ પણ આ કોલેજનું એક આગવું અંગ છે.

33વિઘાર્થીઓમાં આપણો પ્રાચીન ભારતીય સાંસ્કૃતિક વારસો જીવંત રહે તથા તેઓ એકબીજા સાથે ખુબ જ આત્મીયકતાથી જોડાય તે હેતુથી દરેક તહેવારની આ કોલેજમાં ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી નીમીતે મટકી ફોડ, નવરાત્રી નીમીતે દાંડીયા રાસ, ગણેશોત્સવ, ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. વિઘાર્થીઓમાં દેશભકિતની ભાવના ખીલે તે માટે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. જેમ કે ગાંધી જયંતિ નીમીતે રેલી ર૬ જાન્યુઆરી, ૧પ ઓગષ્ટની ઉજવણી વગેરે

રમત ગમતના રસ ધરાવનાર વિઘાર્થીઓ માટે સંસ્થા દ્વારા ચેસ, કેરમ, ક્રિકેટ ટુર્નામેન્ટ, ટ્રેઝરહન્ટ, વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

વિઘાર્થીઓ પોતાનું સામાજીક ઉત્તર દાયિત્ય સમજે અને એક આદર્શ નાગરીક બને તે માટે આ કોલેજ દ્વારા એક સોશ્યલ કલબ પણ ચલાવવામાં આવે છે જે અંતર્ગત જુદી જુદી સામાજીક પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવે છે. બ્લડ ડોનેશન કેમ્પ, વૃઘ્ધાશ્રમની મુલાકાત, બાલાશ્રમની મુલાકાતા, વિઘાર્થીઓ દ્વારા બનાવેલ પેપર બેગ્સનું વિતરણ વગેરે આ કલબ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ છે.એકસપોર્ટ સેમીનાર, વર્કશોપ એન્ડ કોર્પોરેટર ટ્રેનીંગ

વિઘાર્થીઓને તેના જરુરી શિક્ષણ સિવાય વધારાના જ્ઞાન માટે તેમજ વિવિધ વિષયોના Expert નું જ્ઞાન અને માર્ગદર્શન મળી રહે તે માટેદર વર્ષે સેમીનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. તેમજ વિઘાર્થીઓને ફકત થીયરીકલ જ્ઞાન જ મળે તે પુરતુ નથી. આથી વિઘાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાન પણ મળી રહે તે હેતુથી Industrial Visit  પણ દર વર્ષે કરવામાં આવે છે.

વિઘાર્થીઓમાં શિસ્ત પાલન તેમજ સમાજ પ્રત્યેની ફરજ માટે માટે જાગરુક બને તે માટે N.C.C.   ની ફેસેલીટી પણ આ કોલેજદ્વારા આપવામાં આવે છે.

વિઘાર્થીઓ પુસ્તકીયા જ્ઞાન ઉપરાંત અભ્યાસને લગતું પ્રેકટીકલ નોલેજ મેળવે અને વિઘાર્થીઓમાં કોમર્સ અને મેનેજમેન્યટને લગતા જ્ઞાનનું સિંચન થાય તેમજ તેઓમાં એકતા અને ટીમવકના ગુણો વિકસે તે માટે તેઓને અવાર-નવાર ઇન્ડસ્ટ્રીયલ વિઝીટમાં લઇ જવામાં આવે છે  જયાં તેઓ રો-મટીરયલ્સની ખરીદીથી માંડીને પેકીંગ તેમજ માકેટીંગનું સ્કીલ સરળતાથી મેળવી શકે છે. જે માટે તેઓને અમુલ ડેરી, બાલાલ વેફર્સ, ગોપાલ નમકીન વગેરે જેવી પ્રખ્યાત ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લઇ જવામાં આવે છે.

એચ.એન.શુકલ કોલેજ અંતર્ગત દર ર મહિને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વિઘાર્થીઓને ટેકનીકલ અને વ્યકિતત્વ વિકાસ લક્ષી ફુલ ડે સેમીનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વિઘાર્થીઓની સ્કીલનો સંપૂર્ણ વિકાસ થાય એ રીતે સેમીનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.

એચ.એન. શુકલ કોલેજ દ્વારા એક દિન કા બિઝનેશમેન શિર્ષક અંતર્ગત બીઝનેસ ફિયાસ્કાનું આયોજન કરવામાં આવે છે જે મેક ઇન ઇન્ડીયા અને સ્કીલ ઇન્ડીયા થીમ પર આધારીત હોય છે. જેમાં કોલેજના ખર્ચે ૧૦૦ થી પણ વધુ સ્ટોલ ઉભા કરવામાં આવે છે અને વિઘાર્થી પોતે સ્વતંત્ર એન્ટરપ્રીન્યોર બની શકે અને વિઘાર્થીઓમાં ઉઘોગ સાહસિકતા વિકસીત થાય તે માટેની તક આપવામાં આવે છે.

જેમાં વિઘાર્થીઓ પોતાના પુસ્તકીયા જ્ઞાનને વાસ્તવિક જીવનમાં મૂકી બજારની પરિસ્થિતિથીને વાકેફ થઇને ગ્રાહક સાથેની વર્તણુંક શીખે છે. મજાની વાત તો એ છે કે, એક જ દિવસમાં વિઘાર્થીઓ રીયલ બીઝનેશ કરે છે અને ગ્રાહકને બજાર કરતાં પણ ઓછી કિંમતે વસ્તુઓ ઉપલબ્ધ કરાવીને પોતાનો મળતો નફો પોતાની પાસે રાખે છે.

એચ.એન. શુકલ કોલેજ દ્વારા નિયમીત રીતે પ્લેસમેન્ટની તકો તો ઉભી કરવામાં આવે જ છે જેમાં વર્ષ દરમિયાન લગભગ દર મહિને સ્થાનીક તથા રાષ્ટ્રીય કંપનીઓને બોલાવી વિઘાર્થીને સારામાં સારી જગ્યાએ તથા ઉંચા પેમેન્ટથી જોબ મળે તે અંગે કોલેજ સતત પ્રયત્નશીલ રહે છે.

આ ઉપરાંત કોલેજના વિઘાર્થીઓ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના વિઘાર્થીઓને ફાયદો થાય તે હેતુથી છેલ્લા થોડા વર્ષોથી જોબફેરનું આયોજન કરવામાં આવે છે. જેમાં ર૦૧૬ માં ૧૦૦ આસપાસ કંપનીઓને બોલાવીને લગભગ ૭૦૦ વિઘાર્થીઓને જોબ લેટર અપાવ્યા.

વિઘાર્થીઓના જ્ઞાનમાં સતત વધારો થતો રહે તે હેતુથી બુક કલબની સ્થાપના કરવામાં આવે છે તેમાં વિઘાર્થીઓ ઉ૫રાંત ટીચીંગ પણ સભ્ય બની અવાર નવાર સારી બુક ઉપર રીવ્યું કરી વિઘાર્થીઓની આંતરીક શકિત બહાર લાવવા પ્રયત્નશીલ રહે છે.

એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના પરિવારમાં તથા સમગ્ર વિઘાર્થીગણમાં દેશ પ્રત્યે કુણી લાગણી ઉત્પન્ન થાય અને દેશ દાઝ જાગૃત થાય તે હેતુથી ર૬મી જાન્યુઆરી તથા ૧પ ઓગષ્ટના રોજ ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. અને દેશભકિત ઉજાગર થાય તેવા કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ ઉપરાંત કોલેજમાં ભણતાં – ભણતાં જ વિઘાર્થીઓ સ્વનિર્ભર બને તેવા હેતુથી આ કોલેજ નામની કંપનીની સ્થાપના કરી છે જે વિઘાર્થીઓના આત્મ વિશ્ર્વાસ અને આત્મગૌરવમા વધારો કરે છે. કોલેજમાં કોર્ષ પૂર્ણ કર્યા બાદ જે વિઘાર્થીઓ નોકરી કરવા ઇચ્છતા હોય તેમના માટે પુર્ણ સમય અથવા પાર્ટ સમય માટે કેમ્પસ ઇન્ટરવ્યુની જોગવાઇપણ કરવામાં આવે છે.

એચ.એન. શુકલ કોલેજ તેના સ્થાપના કાળથી જ સમગ્ર ગુજરાતનું યંગેસ્ટ મેનેજમેન્ટ રહ્યું છે. અને સંસ્થા આજે પણ તેનું ગૌરવ વધારે છે. શરુઆતમાં તબકકામાં ખુબ ઓછા સંસાધનો અને સંઘર્ષમય માત્રા હોવા છતાં આજે શ્રી એચ.એન. શુકલ ગુપ ઓફ કોલેજીસનો વિકાસ થયો હોય તો તેનું કારણ માત્ર એક જ છે કે આ સંસ્થાનો ઘ્યેય
મંત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.