Abtak Media Google News

લાલપુરના સણોસરી તેમજ મેમાણા ગામમાં બે વાડીમાં જામેલી જુગારની મહેફિલ પર ત્રાટકેલી એલસીબીએ કુલ સોળ શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા પકડી પાડયા છે. જ્યારે નવાગામ ઘેડમાં જુગારના બે દરોડામાં ચૌદ શખ્સો ઝડપાયા છે અને બે નાસી ગયા છે.

Advertisement

તેમજ ઝાખરમાંથી ત્રણ પત્તાપ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. આ વાડીની ઓરડીમાં ગિરધરને નાલ આપી ત્યાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ઉપલેટાના મગન પરસોત્તમ ભરાડિયા, ઉપલેટાના ઈશરા ગામના ગોવિંદ બાબુભાઈ ધ્રાંગુ, ઉપલેટાના ભાવેશ દેવાભાઈ કેર, મોટી ગોપના દેવાણંદ માલદે નંદાણિયા, ઉપલેટાના નિલેશ પૂનાભાઈ ચંદ્રાવાડિયા, ગોંડલના દિનેશ ધનાભાઈ રાઠોડ, મોટી ગોપના અશોક મારખીભાઈ વાણિયા તથા કબરકાના હેમત કારાભાઈ નંદાણિયા નામના આઠ શખ્સો મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૃા.૧,૦૨,૦૦૦ રોકડા, એક અર્ટીગા મોટર, એક બાઈક મળી કુલ રૂ. ૭,૪૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.