Abtak Media Google News

ફાગણ સુદ ચૌદશને ગુરુવાર ના દિવસે હોળી છે. આ દિવસે ચૌદશ સવારે ૮.૫૮ સુધી છે. ત્યારબાદ પુનમ બેસી જાય છે. પુનમ ક્ષય તીથી છે. ગુરુવારે સાંજના સમયે પુનમ હોતા આ દિવસ હોળીનો ગણાય છે.

Advertisement

સાંજે ૭.૩૮ સુધી વિષ્ટિકરણ છે. આથી હોળી સાંજે ૭.૩૮ પછી પ્રગટાવી જોઇએ પ્રદેશ કાળમાં હોળી પ્રગટાવી  શુભ છે.

અમૃત ચોઘડીયું સાંજે ૭.૩૮ થી ૮.૨૨ ચલ ૮.૨૨ થી ૯.૫૪ રહેશે.

હુતાશની વ્રત

ફાગણ સુદ પુનમ એટલે હોળીનો દિવસ અસત્ય સામે સત્યની જીતનો દિવસ નિષ્ઠનુજનતન અને અનિષ્ઠનુ દહન એટલે હોલીકા દહનહોળીકા દહનના દિવસે એકટાણુ કરી સાંજના અથવા રાતના સમયે હોળી પ્રગટયા પછી તેનું પુજન કરવું.સૌપ્રથમ હોળી સામે ઉભા રહી સંકલ્પ કરવો પેલા પોતાના ગામનું નામ બોલાવું ત્યાર બાદ મમ સકુટુંબસ્ય મમ સમસ્થ્ય પીડા દુર કરર્ણાથે હોલીકા પુજન અહં કરીશ્યે ત્યારબાદ શ્રી હોલીકા યૈ નમ: આવાહયાળી બોલવું ત્યારબાદ હોલીમા ખજુર ધાણી પધરાવતા ચાર પ્રદક્ષીણા કરવી અને ત્યારપછી હોલીમાં શ્રીફળ અર્પણ કરી પ્રાર્થના કરવી અમારા ઘરમાં અને જીવનમાં કયારે પણ વિધન ન આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.