Abtak Media Google News

વી.વી.પી. એન્જિનીયરીંગ કોલેજના વિઘાર્થી કેવલ જગતીયાળે ઇન્ટરનેટ ઓફ થીંગ્સ આધારીત સસ્તા દરની હોમ ઓટોમેશન સિસ્ટમ આવિષ્કાર કર્યો

છેલ્લા થોડા વર્ષોમાં ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીએ હરણાફાળ ભરી છે. ત્યારે રાજકોટના વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ ના ઇલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન વિભાગના છેલ્લા વર્ષના વિઘાર્થી કેવલ હરીશભાઇ જગતીયા એ હાલની અત્યાધુનિક ટેકનોલોજી ઇન્ટરનેટ ઓફ થીન્ગ્સ (આઇ.ઓ.ટી) નો ઉપયોગ કરી સસ્તાદરના હોય ઓટોમેશન સીસ્ટમનો આવિસ્કાર કરેલ છે.

Advertisement

ઘરની બહાર ગયા હોઇ ત્યારે યાદ આવે કે ગીઝર ની સ્વીચ ચાલુ રહી ગઇ કે પંખા કે લાઇટ ચાલુ રહી ગયા અને પછી ટેન્શનમાં રહેતા હોઇ છે. પરંતુ હવે આપણે ઘરની બહાર કે બહારગામથી પણ આપણે ઘરની બધીજ ઇલકેટ્રીસીટી થી ચાલતી ડીઝાઇસને ઇન્ટરનેટ ઓફ થીન્ગ્સ ના માઘ્યમનો ઉપયોગ કરી તમારા સ્માર્ટ ફોન અથવા કોમ્પ્યુટર સીસ્ટમથી તમે ક્ધટ્રોલ કરી શકશો. આ પ્રકારની ડિવાઇસ અમેરિકા જેવા વિસ્તીક દેશોમાં પ્રચલીત છે. અને એપ્પલ જેવા ફોનમાં પહેલેથી કંપની પ્રમાણે એપ બનાવેલ હોઇ છે. પરંતુ આ બહુ જ મોંધી સીસ્ટમ હોઇ છે. ભારત જેવા દેશમાં ઓટોમેશન સીસ્ટમ અને એપ સાથે કનેકિટવીટી આપવી ખુબજ ખર્ચાળ હોઇ છે. ત્યારે કેવલના મગજમાઁ વિચાર સ્ફુરીયો કે હું આ પ્રકારની ઓટોમેશન સીસ્ટમ જો સસ્તા દર પર બનાવી શકું તો આપણા દેશના ઘણા બધા નાગરીકો આ સીસ્ટમ વસાવી શકે. વી.વી.પી. ના ઇ.સી. ના પ્રાઘ્યાપકો પ્રો. રવીન સરધારા તથા પ્રો.નિર્મલ ભાલાણી ના માર્ગદર્શન થી કેવલ એ સીસ્ટમ ડેવલપ કરેલ છે. અને ખુબજ સફળતાપૂર્વક ઇમ્પ્લીમેન્ટ કરવામાં આવેલ છે. કેવલ દ્વારા આ માટે એન્ડ્રોઇડ સીસ્ટમનો વાઇફાઇ એનેબલ માઇક્રોકંટ્રોલર એડવાન્સ ચીપનો ઉપયોગ કરી સરકીટને એપ સાથે કનેકટ કરેલ છે. આથી જયારે કોઇ વ્યકિત પોતાના મોબાઇલ પરથી જે તે ડિવાઇસ બંધ કરવા ટચ સ્ક્રીન પર બટન ટચ કરે ત્યારે મોબાઇલ સિગ્નલ થી વાઇફાઇ ડિવાઇસ સુધી સિગ્નલ પહોંચશે અન ત્યાંથી કંટ્રોલર ને સિગ્નલ પહોચતું કરી જેતે સ્વીચ સાથે જોડાયેલ રીલે સરકીટ ને એકટીવેટ કરવામાં આવેલ છે. આ સમગ્ર સીસ્ટમ માં ચાર ડીવાઇસ ઓન ઓફ કરવાનું મોડયુલ ‚ા ૫૦૦ જેવા નજીવા દરમાં બની જાય છે. આથી મોંધી સીસ્ટમ  વસાવવાનો બદલે આવી સસ્તા દરથી ચાલતી સીસ્ટમ વસાવવી બધાને પરવડે તેમ છે. આમ આ એક ખુબ ઉપયોગી ડિવાઇસ ડેવલપ કરવામાં આવેલ છે.

કેવલ જગતીયા દ્વારા આ સફળ પ્રોજેકટ-ડીવાઇસ બનાવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મેહતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્શલભાઇ મણીઆર સંસ્થાના આચાર્ય ડો. તેજસ પાટલીયા, ઇ.સી. વિભાગના વડા ડો ચાર્મિબેન પટેલ તથા સમગ્ર કર્મચારી ગણ અભિનંદન આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.