Abtak Media Google News

અસલી/નકલી બદામ:

ડ્રાઈફ્રૂટ્સમાં બધાને બદામ પ્રિય હોય છે.  પોષક તત્વોથી ભરપૂર બદામ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત, બદામ શિયાળામાં શરીરને ગરમ રાખવાનું કામ કરે છે, જેના કારણે ઘણા લોકો શિયાળાની ઋતુમાં દરરોજ બદામ ખાય છે. પરંતુ શું તમે અસલી અને નકલી બદામ વચ્ચેનો તફાવત જાણો છો? બદામ ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તમે નકલી અને બગડેલી બદામ ખરીદવાથી બચી શકો છો.

Almond 1

બદામને ઘસો:

નકલી બદામ બનાવ્યા પછી, તેના પર પાવડર છાંટવામાં આવે છે, જેના કારણે તે એકદમ રિયલ લાગે છે. આવી સ્થિતિમાં બદામ ખરીદતી વખતે તેને હાથ પર ઘસો. જો બદામનો રંગ ઉતરવા લાગે તો સમજવું કે બદામ નકલી છે. જ્યારે અસલી બદામ ઘસવામાં આવે ત્યારે તેનો રંગ ગુમાવતો નથી.

રંગ પર ધ્યાન આપો

Almond 2

: અસલી અને નકલી બદામના રંગમાં ઘણો તફાવત હોય છે. જ્યારે અસલી બદામનો રંગ આછો ભુરો દેખાય છે, ત્યારે નકલી બદામ પર કલર કોટિંગ કરવામાં આવે છે. આ કારણે તેનો રંગ ઘેરો બદામી દેખાય છે. આ સાથે જો બદામને થોડી વાર પલાળ્યા પછી પાણીમાં ડૂબી જાય તો બદામ સારી હોય છે, કેમકે  ખરાબ બદામ પાણીમાં તરતી રહે છે.

તેને કાગળમાં રાખીને ક્રશ કરો:

3 12

અસલી  બદામને ઓળખવા માટે, તમે તેને કાગળમાં લપેટીને ક્રશ કરી શકો છો. અસલી બદામમાંથી નીકળતું તેલ થોડા સમયની અંદર કાગળને ભીનું કરશે. પરંતુ નકલી બદામમાંથી તેલ નીકળશે નહીં અને કાગળ સંપૂર્ણપણે સુકાઈ જશે. આની મદદથી તમે અસલી અને નકલી બદામ સરળતાથી શોધી શકશો.

પેકિંગ પર ધ્યાન આપો:

Pkg 2

]બદામ ખરીદતી વખતે, તમે પેકિંગ પર ધ્યાન આપીને અસલી અને નકલી બદામ વચ્ચેનો તફાવત સમજી શકો છો. પેકેટ પર લખેલા પોષક તત્વોને ધ્યાનથી વાંચો. તમને જણાવી દઈએ કે અસલી બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલું જ નકલી બદામ ખાવી  નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ગંધ અને સ્વાદ દ્વારા ઓળખો:

Badam

બદામને તોડીને તેને સૂંઘો, અસલી બદામની સુગંધ જ કાફી હોય છે. પન જો બદામમાંથી સુગંધ ન આવતી હોય અથવા ખરાબ વાસ આવતી હોય તો આ બદામ સારી નથી. આ સાથે બદામનો પણ સ્વાદ લો, અસલી બદામ ખાવામાં થોડી મીઠાશ વાડી હોય છે. પરંતુ બગડેલી અને નકલી બદામ કડવી લાગે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.