Budget 2024

  • સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

  • સોનું 62,549 રૂપિયાની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

  • વિદેશી બજારોમાં પણ ભાવમાં વૃદ્ધિ જોવા મળી

ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું 62,549 રૂપિયાની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. ચાંદીના ભાવમાં 18 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો અને ભાવ 71,791 રૂપિયા રહ્યા હતા.

ભારતના ફ્યુચર્સ માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સોનું 114 રૂપિયાના વધારા સાથે 62,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું 62,549 રૂપિયાની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું.gold 1 1536125086 1

બજેટના પહેલા દિલ્હીમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ વાયદા બજારમાં પણ ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે. નિષ્ણાતોના મતે ફેડ તેના પોલિસી વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. જેના કારણે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. વિદેશી બજારોમાં પણ ભાવમાં વૃદ્ધિ જોવા મળી છે.મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે સોમવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 200 રૂપિયા વધીને 10 ગ્રામના 63,100 રૂપિયા થયા છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 62,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

જો ચાંદીની વાત કરીએ તો તેના ભાવમાં પણ 200 રૂપિયાનો વધારો થયો છે અને ભાવ વધીને 1 કિલોના 76,400 રૂપિયા થયા છે. HDFC સિક્યોરિટીઝના કોમોડિટી અફેર્સના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીના જણાવ્યા અનુસાર, વિદેશમાં સોનાના ભાવ મજબૂત થયા બાદ દિલ્હીના બજારોમાં 24 કેરેટ સોનાનો હાજર ભાવ 200 વધ્યો છે.444 1682997048

વૈશ્વિક બજારમાં સોનું પહેલાના બંધ ભાવની સરખામણીમાં $13ના વધારા સાથે $2,031 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. નિષ્ણાતોના મતે યુએસ આર્થિક ડેટા બાદ સોનાના ભાવમાં વધારો થયો, જેના કારણે ડોલર થોડો નીચે ગયો હતો. ચાંદીના ભાવમાં પણ નજીવો વધારો $22.78 પ્રતિ ઔંસ થયો હતો.1 32

 ભારતના ફ્યુચર્સ માર્કેટ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સોનું 114 રૂપિયાના વધારા સાથે 62,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ટ્રેડિંગ સેશન દરમિયાન સોનું 62,549 રૂપિયાની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. ચાંદીના ભાવમાં 18 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો હતો અને ભાવ 71,791 રૂપિયા રહ્યા હતા.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.