Abtak Media Google News

નવી દિલ્હી

હાલ, ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરિક્ષાની તૈયારીઓમાં ઝુંટાયા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન – સીબીએસઇએ ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષા માટે એડમીટ કાર્ડ જારી કરી દીધા છે. પરિક્ષાખંડમાં બેસવા એડમીટ કાર્ડ અનિવાર્ય છે તો ચાલો જણાવી દઇએ કે તમે એડમીટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો?

વિદ્યાર્થીમિત્રો, સૌપ્રથમ તમારે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન-સીબીએસઇની ઓફીસઅલ વેબસાઇટ http://cbse.nic.in પર જવું પડશે. ત્યારબાદ હોમપેઝ પર જમણી બાજુ દર્શાવેલ એડમીટ કાર્ડ/ એલઓસી / સેન્ટર મટીસીઅલ ફોર બોર્ડ એકઝામ-૨૦૧૮ પર ક્લીક કરો.

ત્યારબાદ નવા પેઝ પર ‘ક્લીક હીઅર ટુ પ્રોસીડ’ દેખાશે તેના પર ક્લીક કરો અને પછી યુઝર આઇડી, પાસવર્ડ અને સીક્યુરીટી પીન માંગશે જે તમારે ફીલઅપ કરવાનું ત્યારબાદ લોગઇન પર ક્લીક કરો. નવા પેઝ પર તમારી હોલ ટીકીટ દેખાશે અને ત્યારબાદ પ્રીન્ટઆઉટ પર ક્લીક કરી તમે ડાઉનલોડ કરી શકશો.

ઉલ્લેખનીય છે કે, સીબીએસઇ ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષાઓ માર્ચ માસમાં યોજાવાની છે. જેનો પ્રારંભ પ માર્ચથી થશે. ૧૦ ધોરણની બોર્ડની પરિક્ષા ૪ એપ્રિલ સુધી ચાલશે જ્યારે ધોરણ ૧રની પરિક્ષા ૧ર એપ્રિલ સુધી ચાલશે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.