Abtak Media Google News

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા ½ કપ
  • ઘી અથવા તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3 સુધારેલ
  • બટકા 1-2 મીડીયમ સુધારેલ
  • શેકેલ સીંગદાણા ¼ કપ
  • ટમેટા 1-2 મિડીયમ સુધારેલ
  • મરી પાઉડર ½ ચમચી / લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • પાણી 500 એમ. એલ્. / બે થી અઢી કપ આશરે

* ગ્રેવી વાળા સાબુદાણા બનાવવાની રીત

ગ્રેવી વાળા સાબુદાણા બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો. ને બટાકા ને છોલી ને મીડીયમ સુધારી પાણી માં નાખી દયો. ટમેટા ને પણ મિડીયમ સુધારી લેવા, હવે ગેસ પર એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરવા મૂકો. ઘી અથવા તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી શેકો. મરચા શેકાઈ જાય એટલે સુધારેલ બટકા પાણી માંથી કાઢી કડાઈમાં નાખી મિક્સ કરી લ્યો ને ત્રણ ચાર મિનિટ શેકી લેવા.

બટાકા થોડા શેકાઈ જાય એટલે એમા ધોઇ રાખેલ સાબુદાણા ને મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ શેકી લેવા. (અહી તમે એક ચમચી લીંબુનો રસ ને અડધી ચમચી ખાંડ નાખી ખાટી મીઠી ને તીખી ગ્રેવી બનાવી શકો. ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા અને શેકેલ સીંગદાણા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ત્રણ ચાર મિનિટ ઢાંકી ને ફૂલ તાપે ચડાવો જો તમારે વધારે ગ્રેવી જોઈએ તો થોડું પાણી વધારે નાખી શકો છો પાણી બને તો ગરમ કરી ને નાખવું)

ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડવા દયો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ગ્રેવી વાળા સાબુદાણા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.