Abtak Media Google News

મેષ રાશીફળ – આ રાશિના જાતકો માટે આજે આરામ કરવાનો દિવસ છે. બીજા લોકોને પ્રભાવિત કરવા માટે વધુ સમય વધારે ખર્ચ ન કરો. આજે લોકોનું ધ્યાન ખેચવા માટે સારો દિવસ છે. તમારા માટે આજે પસંદગી કરવાના અનેક વિકલ્પો હશે, પરંતુ કોની પહેલા પસંદગી કરવી સમસ્યા એ હશે. જીવનસાથી સાથે પ્રેમપૂર્વક સમય વિતાવો. ઓફિસમાં ખોટી રીતે હેરાન કરનારા લોકો ગુસ્સો અપાવી શકે છે. આજના દિવસમાં શરૂ કરેલા કાર્ય સંતોષકારક રીતે પૂર્ણ થશે.

વૃષભ રાશીફળ – આજના દિવસમાં તમારો પ્રબળ આત્મવિશ્વાસ અને સરળ કામકાજ તમારા મનને આરામ આપશે. કઈ પણ બોલતા સમયે અને નાણાકીય લેવડ-દેવડમાં આજે સાવધાની રાખવી. તમારા જીવનસાથી વાયદો તોડી શકે છે, પરંતુ ગુસ્સે ન થવું અને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવી શકશો. ટેક્સ અને વીમા સાથે જોડાયેલા કામ કરવાની જરૂરત છે. આજનો દિવસ કાર્યસ્થળ પર તમારી અનુકૂળતાનો રહેશે.

મિથુન રાશીફળ – આજના દિવસ બેચેની તમને પરેશાન કરી શકે છે. આજે ખુલ્લુ વાતાવરણ અને હકારાત્મક વિચાર તમને મદદરૂપ સાબિત થશે. યાત્રા તમને થકાન અપાવશે, પરંતુ આર્થિક રીતે ફાયદાકારક રહેશે. આજે મજા કરવા માટે દિવસ સારો છે. તમારા જીવનસાથીનો મિજાજ પરેશાન કરી શકે છે. આજે દિવાસ્વપ્ન જોવામાં સમય ન વિતાવશો, તમને એવું લાગશે કે બીજા લોકો તમારી કામ કરી દેશે, પરંતુ તે સાચુ નથી. આજના દિવસ દરમિયાન બધી જ વસ્તુઓ તમારા અનુકૂળ થશે નહીં.

કર્ક રાશીફળ – તમારો ડર તમારી ખુશીને બરબાદ કરી શકે છે તેથી ડરને શરૂઆતમાં જ તગેડી મુકવો, નહિતર તે તમને કાયર બનાવ શકે છે. તમારા ખર્ચાઓ પર કાબુ રાખો. પારિવારીક તણાવને ગંભીરતાથી લો, નહીં તો માનસીક તણાવમાં વધારો થઈ શકે છે. એવા લોકો સાથે હાથ મિલાવો જે રચનાત્મક હોય અને જેની સંગતમાં રહેવાથી તમને પણ ફાયદો થાય.

સિંહ રાશીફળ – આ રાશિના લોકો માટે આજના દિવસે આરામ કરવું જરૂરી સાબિત થશે, કેમ કે આજનો દિવસ માનસિક તણાવ ભરેલો રહેશે. અચાનક નવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થઈ શકે છે, જે તમારા દિવસને ખુશીથી ભરી દેશે. ઘર અને કામનું દબાણ તમને બેચેન કરી શકે છે. કોઈ ભાગીદારીવાળા વ્યવસાયમાં જવાથી બચવું, ભાગીદાર તમારો ફાયદો ઉઠાવી શકે છે.

કન્યા રાશીફળ – આજે તમે ફ્રી ટાઈમનો આનદ આનંદ માણી શકશો. દરેક રોકાણને સાવધાનીપૂર્વક અંજામ આપવું, ગેર જરૂરી નુકશાનથી બચવા વિશેષજ્ઞની સલાહ લેવી જેથી કોઈ નુકસાનનો ભોગ બનવું ન પડે. તમારા જીવનસાથીની ઉપલબ્ધીના વખાણ કરો જેથી તમારા સંબંધમાં મીઠાસ વધે. ઉદાર અને ઈમાનદાર બનશો તો તમારા વખાણ થશે. ઓફિસમાં સ્નેહનો માહોલ બનેલો રહેશે. રસ્તા પર બેકાબુ રીતે ગાડી ન ચલાવવી નહિતર અકસ્માત થઈ શકે છે.

તુલા રાશીફળ – આ રાશિના લોકોએ વધુ વિચારોના કરવાથી બચવું અને સાર્થક કામ માટે ઉર્જા બચાવવી. તમારી મનોકામના દુઆઓ/પ્રાથનાઓના માધ્યમથી પૂર્ણ થશે અને સૌભાગ્ય તમારી તરફ આવશે. જુની મહેનત રંગ લાવી શકે છે. વડીલો, સંતોના આશિર્વાદ ફળદાયી રહે. કેટલાક લોકો માટે પાર્ટ ટાઈમ નોકરી સારો વિકલ્પ રહેશે. આજે ઓફિસમાં તમારા મહત્વપૂર્ણ કામો પર ધ્યાન આપવાની જરીરત છે.

વૃશ્ચિક રાશીફળ – તમારો ગુસ્સાદાયક વલણ મિત્રો માટે પરેશાની પેદા કરી શકે છે. કામમાં ધીમી પ્રગતિ માનસીક તણાવનું કારણ બની શકે છે. આ રાશિના લોકોને આજે સંબંધી-મિત્ર તરફથી સારા સમાચારથી તમારા દિવસની શરૂઆત થશે. આજે તમારી ક્ષમતા દેખાડવાનો મોકો મળશે. તમારી કોમ્યુનિકેશન અને કામ કરવાની રીત અસરદાર રહેશે. જીવનસાથીનો આજે એક અનોખો જ અંદાજ જોવા મળી શકે છે.

ધન રાશીફળ – માનસિક તણાવથી બચવા આજે ચિંતા કરવાનું ટાળવું. ખર્ચ કરવાથી દુર રહેવું, નહીં તો ખીસ્સુ ખાલી શકે છે. માનસીક સ્થિતિ સ્થિર ન હોય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. પરિવારની મદદ મળી શકે છે. વડીલ તથા પરિવારને વિશ્વાસમાં રાખી નિર્મય લેવો. જીવનસાથી સાથે કોઈ ખાસ નવી યોજના બનાવો, જિંદગી ખુબસુરત જોવા મળશે.

મકર રાશીફળ – વ્યસ્ત દિનચર્યા હોવા છતા સ્વાસ્થ્ય સારૂ રહેશે. તંગી અને આર્થિક સ્થિતિ નબળી રહેતા અનેક કામ વચમાં અટકી શકે છે. આર્થિક મામલે વધારે ગંભીરતા રહેતા ઘરમાં તણાવ ઉભો થઈ શકે છે. સહકર્મીઓ સાથે સારો સહયોગ મળી શકે તેમ નથી. પરંતુ ધૈર્ય રાખવું. આજનો દિવસ બીજા માટે મદદરૂપ થવામાં પસાર કરવો, આ સકારાત્મકતા તમારી છબી સારી બનાવશે.

કુંભ રાશીફળ – આજે કામ-કાજમાં વ્યસ્ત રહી શકો છો. પરિવારને સમય નહી આપી શકાય. વ્યસ્ત દિવસમાં તબીયતનું ધ્યાન રાખવું. કામકાજમાં કોઈ મોટી ભૂલ થવાની સંભાવના છે. જેથી મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દુર રહેવું. કોઈ વ્યક્તિ તમને ખોટો માર્ગ બતાવી શકે છે, જે રસ્તે તમને મોટુ નુકશાન થઈ શકે છે. સાંજ બાદ માનસીક તણાવમાં ઘટાડો થશે.

મીન રાશીફળ – તબીયત સાથે જોડાયેલા કાર્યક્રમો ફરી શરૂ કરવા માટે સારો દિવસ છે. નાણાકીય અસ્થિરતા તમને માનસિક તણાવ આપી શકે છે. બાળકો માટે જરૂરી યોજના બનાવવી જરૂરી છે. રોમાંસમાં નાના-નાના મતભેદ વિઘ્નનું કારણ બની શકે છે. તમારી કોશિશને સાચી દીશા આપો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.