Abtak Media Google News

રાજકોટમાં એનિમલ વાન દ્વારા રોજના ૧૦થી વધુ કેસ એકવાન હેન્ડલ કરે છે : પશુઓનાં અકસ્માત અન ડીહાઇડ્રેશનના કેસ વધુ

અબોલ પશુ પક્ષીઓને સ્ળ પર જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કરુણા પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો હતો. સ્ળ પર ૧૦૮ ની જેમ તાત્કાલિક સારવાર માટે ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈન શરુ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટની સફળતાી પ્રેરાઈ મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા નિ:શુલ્ક પશુ સારવાર મળી રહે તેવા શુભઆશયી  મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા હાલમાં જ ઉપલબ્ધ કરાવી છે.આ મોબાઈલ પશુ દવાખાનું ૧૦ ગામ દીઠ કાર્યરત રહેશે. રાજકોટ જિલ્લામાં ત્રણ નવી મોબાઈલ વાન આપવામાં આવી છે.

રાજકોટ શહેરમાં કાર્યરત ૧૯૬૨ એમ્બ્યુલન્સ દ્વારા આ સુવિધા ઘણા સમયી કાર્યરત છે.કોરોના લોકડાઉન સમય દરમ્યાન રાજકોટ જિલ્લામાં એપ્રિલ થી જૂન માસ દરમ્યાન એનિમલ હેલ્પ લાઈન ૧૯૬૨ પર ૧૫૦૦ થી વધુ કોલ્સ આવ્યા.

રાજકોટ ખાતે કાર્યરત એનિમલ વાન  દ્વારા રોજના ૧૦ થી વધુ કેસ એક વાન દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. કોરોના કાળ દરમ્યાન ખાસ કરીને કેવા કેસ જોવા મળે છે તેમ પૂછતાં ડો. મેહુલ ધોકીયા જણાવે છે કે લોકડાઉન દરમ્યાન રખડતા ઢોરના અકસ્માતના કિસ્સાઓ ઓછા જોવા મળ્યા હતાં. હાલની ઋતુ મુજબ ડીહાઇડ્રેશનના કેસ પશુ પક્ષીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે લોકડાઉન ખુલતા રોડ પર અકસ્માતના કેસ પણ આવતા હોવાનું ડો. મેહુલે જણવ્યું હતું. અકસ્માતના કેસમાં ગાય તેમજ કુતરાઓને ડ્રેસિંગ, સ્ટિચિંગ, પેઈન કિલર દવા, પાટા બાંધવા સહીતની જરૂરી સારવાર કરી આપવામાં આવે છે. જયારે ડીહાઇડ્રેશનના કેસમાં કુતરા, ગાય તેમજ કબુતરોને ફ્લ્યુઇડ ેરાપી તેમજ મલ્ટી વિટામિન અને પેઈન કિલર દવા આપવામાં આવે છે. કબુતરોને કુતરાઓ દ્વારા બાઇટ કરવાના કિસ્સામાં તેઓને ડ્રેસિંગ અને જરૂરી દવા કરી આપવામાં આવતી હોવાનું ડો. મેહુલ ઉમેરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.