Abtak Media Google News

ટ્રક બાઈકને હડફેટે લઈ ચાલક ફરાર તોતણિયાળા ગામના પટેલ પરિવારમાં શોક

વલ્લભીપુર એસ.ટી.સ્ટેશન નજીક આજે ટ્રકની હડફેટે બાઈક સવાર વૃદ્ધનું સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું. અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યાનુસાર વલ્લભીપુર તાલુકાના તોતણિયાળા ગામે રહેતા બાવચંદભાઈ મુળજીભાઈ કાકડિયા (ઉ.વ.૭૫) આજે તેમના પત્ની ચંપાબેન સાથે વલ્લભીપુર હોસ્પિટલ આવ્યા બાદ પરત પોતાના ગામ તોતણિયાળા જવા નીકળ્યા હતા ત્યારે વલ્લભીપુર એસ.ટી.સ્ટેશન નજીક પહોંચતા માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રક નં.જી.જે.૨ ઝેડ ૧૯૩૭ના ચાલકે બાઈક સવાર બાવચંદભાઈને ટકકર મારી પછાડી દેતાં લોહિયાળ ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું હતું.

અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગે મૃતકના પત્ની ચંપાબેન બાવચંદભાઈ કાકડિયાએ ફરાર ટ્રક ચાલક વિરુઘ્ધ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવાની તજવીજ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.