Abtak Media Google News

રમકડાના રિવ્યુનો ઘરમાં જ વીડિયો બનાવી યુ-ટયુબ પર અપલોડ કરે છે રેયાન તેણે એમેઝોન અને ટુલુ સાથે પણ કામ કરવાની તૈયારી બતાવી

સાત વર્ષની બાળક શું કરી શકે..? શું તમે તેની કલ્પના કરી શકો છો. સામાન્ય રીતે સાત વર્ષનું બાળક તેનું હોમવર્ક પણ બરાબર કરી શકતુ નથી. ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં સાત વર્ષીય બાળકે યુ-ટયુબના માઘ્યથી ૧પપ કરોડની કમાણી કરી છે.

ફોર્બ્સ દ્વારા યુ-ટયુબ ઉપર સૌથી વધુ કમાણી કરનારી ચેનલની યાદી જારી કરવામાં આવી હતી. આ યાદીમાં સૌથી વધુ કમાણી કરનારી ચેનલ સાત વર્ષના બાળકની છે. અમેકિાનો રહેવાસી રેયાન યુ-ટયુબ ચેનલ ઉપર સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટી છે. તેના નામે રેયાને ટીપ્ઝ રિવ્યુ નામની ચેનલ ચાલે છે.

તેના ઉપર તે રમકડાના રિવ્યુ કરે છે. ફોર્બ્સની યાદી પ્રમાણે જુન-૨૦૧૭ થી જુન-૨૦૧૮ વચ્ચે રેયાનની કમાણી રર મિલિયન ડોલર એટલે કે અંદાજે ૧૫૫ કરોડ રૂપીયા હતી. ૨૦૧૭ માં સૌથી વધુ કમાણી કરવા મુદ્દે રેયાનને ચેનલો ૮મો ક્રમ આપ્યો હતો. રેયાનની ચેનલના અત્યારે ૧.૭૩ કરોડ કરતા વધારે સબ્સ્ક્રાઇબર છે.

મહત્વનું છે કે રેયાન રમકડાનો ખુબ જ શોખીન છે. અને તેને નવા નવા રમકડાનો રિવ્યુ કરવો ખુબ જ પસંદ છે. રેયાન ઘરમાં જ વિડીયો બનાવી યુ-ટયુબ પર અપલોડ કરે છે. રેયાન આ અંગે જણાવે છે કે હું ખુબ જ રસપ્રદ અને ફન્ની વિડીયો અપલોડ કરું છું. મારા વિડીયો પસંદ કરનારે મને મીની મીલીયોનર બનાવી દીધો છે.

ફોર્બ્સ દ્વારા તૈગાર થયેલી યાદીમાં અમેરિકન એકટર જેકન પોલ બીજા ક્રમે છે. અને તેની કમાણી ૨૧.૫ મિલીયન ડોલર છે. જયારે ચોથા ક્રમે બ્રિટીશ ગેમર ડેનટીડીએચ જેનીકમાણી ૧૮.૫ મીલીયન ડોલર છે. જયારે ૧૭.૫ મીલીયન ડોલરની કમાણી કરનાર હવાઇ નાટીવ છઠ્ઠા અને સ્વીડીસ ગેમસ પાઉડીપી ૧૫.૫ મીલીયન ડોલરની કમાણી કરનાર ૯માં ક્રમે છે.

વધુમાં ફોર્બ્સની યાદી મુજબ યુ-ટયુબ પર સૌથી મોટો ચાહક વર્ગ ધરાવનાર સુપર સ્ટાર એથલેટસ અને હોલિવુડ લિસ્ટરનો સમાવેશ થાય છે. માર્કીપ્લીયરે ૧ર મહિનામાં ૧૭.૫ મીલીયન ડોલરની કમાણી કરનાર સૌથી વધુ લોકપ્રિય યુ-ટયુબ પર છે.

રેયાન વિષે કહેતા ફોબ્સેર્ર્ જણાવ્યું કે તે યુ-ટયુબ ટ્રેન્ડનો એક પાર્ટ છે. તે જયારે રમકડાના રિવ્યુ આપે છે ત્યારે ફિલ્મી ઢબે આપે છે અને રમકડાને કેમેરાની સામે જ ખોલી નાખે છે. જેને કારણે તેને જોનારા બધાને તેનો વીડીયો ખુબ જ પસંદ આવે છે. તે રમકડાના વિવિધ ફિચર્સ અંગે ડિટેઇલમાં જાણકારી આપે છે અને તે જે રમતીયાળ પણાથી રિવ્યુ આપે છે તે બધાને ખુબ જ પસંદ આવે છે.

મહત્વનું છે કે રેયાને તેની ચેનલ રેયાન ટોઇઝ રિવ્યુ અને રેયાન્સ ફેમીલી રિવ્યુ દ્વારા ૧ મીલીયન ડોલરની સ્પોન્સર પોસ્ટ મેળવી છે. રેયાને ઓકટોબરમાં કીડસ એન્ટરટેઇનમેન્ટ સ્ટુડીયો માં પોકેટ વોચ અંગે કરાર કયા છે તેણે એવી જાહેરાત કરી છે કે તેની ચેનલનું પેકેજ ટુલુ અને એમેજોનમાં મળી રહેશે.

ઉલ્લેખનીય છે રેયાનની માતાએ ગત વર્ષે જ જણાવ્યું હતું કે એક દિવસ અને રમકડાની દુકાને ગયા ત્યારે ત્યાંથી લેગો રૂમ ખરીદી હતી અહીંથી જ યુ-ટયુબ ચેનલની શરુઆત થઇ હતી. માર્ચ-૨૦૧૫ થી જાન્યુ-૨૦૧૬ સુધી ૧૦ મહિનામાં રેયાનની ચેનલે યુ-ટયુબ પર ઘુમ મચાવી અને ૧૦ લાખ સબ્સ્ક્રાઇબર થઇ ગયા હતા. સાત વર્ષીય રેયાનની ચેનલે ૨૦૧૭ માં ૧૧ મીલીયન ડોલરની કમાણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.