Abtak Media Google News

આ ટાઇટલ વાંચીને તમને થોડું આશ્ચર્ય તો થયું જ હશે કે કેમ આ રીતે પપ્પા વિષે વાત કરે છે..?? મારી આજની કહાની પણ કઇંક આવી જ છે. જેમાં બે પાક્કા મિત્રોની વાત કહેવામા આવી છે …

જય અને સમીર બંને નાનપણના મિત્રો છે, ક્યાય પણ જવાનું હોય કે કઈ પણ મુશ્કેલી આવી હોય બંને સાથે જ જોવા મળે છે. સ્કૂલથી કોલેજ સુધીના ભણતરમા પણ બંને સાથે જ આગળ વધ્યા છે. તેની મિત્રતા સ્કૂલના પટાંગણથી કોલેજના કેમ્પસ સુધી ફેમસ હતી અને અનેક લોકોને તો તેની મિત્રતાની બળતરા પણ થતી હતી. લોકો તેની જોડીને જયવિરુની જોડી જ કહેતા હતા.

જેવા બંને મિત્રો એકબીજા સાથે હળીમળીને રહેતા હતા તેવો ઝઘડો પણ કરતાં હતા, પરંતુ એ ઝઘડાનું આયુષ્ય કઈ લાંબુ ટકતું નહીં કારણ કે બંને ને એકબીજા વગર ચાલતું નહોતું. એક વાર જયને તેની ગર્લફ્રેંડ એ કઈક કહી દીધું અને જય કઈ બોલી ના શક્યો પરંતુ સમીરથી એ પરિસ્થિતી જોવાઈ નહીં અને જયની ગર્લફ્રેંડને ત્યને ત્યાં એટલું બધુ સંભળાવી દીધું કે તે દિવસ અને આજનો દિવસ એ છોકરી જય કે સમીરની આજુબાજુ ફરકવાનું ભૂલી ગયી છે. પરંતુ સમીર હમેશા જાણે કહેતો હતો કાશ મારા પપ્પા પણ તારા પપ્પા જેવા હોત તો મજા આવી જાત. પ કઈ વાંધો નહીં મને તારા જેવો મિત્ર તો મળ્યો છે ને…!

649 06717584En Masterfile

જયના પપ્પા એટ્લે આર્મીના નિયમોને અનુસરવા વાળા હોય તેવા ખુબા જ સ્ટ્રિક્ટ પપ્પા હતા. ઘરના દરેક સભ્યોએ સવારે વહેલુ ઉઠી જવાનું જો કોઈ ભૂલે ચૂંકે મોડુ ઉઠ્યું તો તેનું તો આવી રહ્યું જ સમજો. નાસ્તાનો ટાઈમ પણ ફિક્સ, એ જ રીતે દિવસની દરેક દિનચર્યાનો સમય નક્કી જ કરેલો હોય છે, જેના કારણે ઘરના સભ્યો તેમાં જ રચ્યા પાચ્ય રહેલા હોય છે. એકબીજા સાથે હળીમળીને વાત પણ નથી કરી શકતા હોતા, જયના પપ્પા એટલે જૂની વિચારશરણી ધરાવતા પપ્પા, કે જે દીકરાને તેનો વારસો સોપવાના છે એટ્લે તેના પર પૂરતો કંટ્રોલ રાખવો અને પૂરા સંસ્કારોમાં રહેવું એજ વિચારી પિતા જેવુ જ વર્તન હમેશા કરતાં હોય છે.

જેની વિરુદ્ધ સમીરના પપ્પા એટલે જાણે સમીરના મિત્ર જ હોય તેમ તેની સાથે બિન્દાસ્ત વાતો કરે, તેની સાથે હાથથી હાથ મિલાવીને વાતો કરે,એટલું જ નહીં સમીરના મિત્રો સાથે પણ એક મિત્રની જેમ જ વાતો અને વર્તન કરતાં હોય ચેયને એટલે જ જય પણ તેનો એટલો જ નજીક છે જેટલો તેનો સમીર છે. આ દરેક બાબત જોઈને જય સમીરને તેના પપ્પા વિષે કહેતો હોય છે કે કાશ મારા પપ્પા પણ તારા પપ્પાની જેમ મારી સાથે મિત્રની જેમ રહેતા હોત તો હું પણ તેનાથી કેટલો નજીક હોત.

Screenshot 2 19

જી હા મિત્રો હવે સમય બદલાયો છે, જેની સાથે લોકોનો મિજાજ પણ બદલાયો છે હેવના દીકરાઓને પહેલના જેવા ટીપીકલ પપ્પા નથી ગમતા પરંતુ તેની સાથે મિત્ર બનીને રહે તેવા પપ્પા ગમે છે અને વાત તો એ પણ છે કે અત્યારના સામના પપ્પા પણ સામને સમજીને પોતાના વર્તનમાં બદલાવ લાવ્યા છે. સામનો તકાજો સમજીને બાપ-દીકરાના સંબંધને મિત્રતાના સંબંધમાં પણ પરિવર્તિત કરી જુઓ અને પછી જુઓ તમારો દીકરો કેટલો કાબેલ અને ગુણી છે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.