Abtak Media Google News

કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, ડીએસપી અને ડીડીઓ સહિતના અધિકારીઓએ પરિવાર સાથે નવરાત્રિ માણી

સરગમ લેડિઝ કલબ આયોજિત ગોપી રાસોત્સવ તેના અંતિમ તબક્કામાં છે અને આઠમા નોરતે ગોપીઓ વધુ ખીલે ઉઠી હતી. સુંદર લાઇટિંગ અને સુશોભનને લીધે ડી.એચ. કોલેજના મેદાનમાં રાત્રે પણ સુરજ ઊગતો હોય તેવો માહોલ સર્જાય છે. આ ગોપી રાસમાં શહેરના તમામ ક્ષેત્રના મહેમાનો હાજરી આપી ચૂક્યા છે અને ઓરકેસ્ટ્રા અને સિંગરોના વખાણ કરી ચૂક્યા છે. આઠમા નોરતે રાજકોટના તમામ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ગોપીઓ સંગ ગરબા લઈ નવરાત્રીની ઉજવણી કરી હતી આ મહેમાનોના હસ્તે વિજેતા થતી બહેનોને અવનવા ઇનામો પણ આપવામાં આવ્યા હતા.

આઠમા નોરતે જે મહાનુભાવો આ ગોપી રાસ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા તેમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, ડીએસપી જયપાલસિંહ રાઠોડ , ડીડીઓ દેવ ચૌધરી, પીજીવીસીએલના એમડી વરૂણ બરનવાલ, જોઈન્ટ એમડી શ્રીમતી પ્રીતી શર્મા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, જયંતીભાઈ સરધારા , શિવલાલભાઈ બારસીયા, વશરામભાઈ સાગઠીયા, અપૂર્વભાઈ મણિયાર, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, હિમાંશુભાઈ નંદવાણા, આનંદભાઈ ઉનડકટ, યોગેશભાઈ પુજારા, રામભાઈ બરછા, દર્શિતાબેન શાહ, બીનાબેન આચાર્ય, આશિષકુમાર (ડેપ્યુટી કમિશનર કોર્પોરેશન), ગીરીશભાઈ ભીમાણી (સૌ. યુ. ચાન્સ્લેસર), અનિરુધ નકુમ (હેડલાઈન તંત્રી),પ્રતાપભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ શેઠ, જમનભાઈ પટેલ, મગનભાઈ પટેલ, હરેનભાઈ મહેતા, તરલાબેન  મહેતા, અરવિંદભાઈ તાળા, ઈશ્વરભાઈ તાળા, રાજુભાઈ રાયઠઠ્ઠા, દીપકભાઈ સખિયા, મધુભાઈ પટોળીયા, ભાસ્કરભાઈ ગોસાઈ, રાહુલભાઈ ભૂવા, વગેરેનો સમાવેશ થતો હતો. આ બધા અધિકારીઓ પરિવાર સાથે ગરબે પણ રમ્યા હતા.

ગોપિરાસ માં ઓરકેસ્ટ્રા તરીકે મનસૂરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી મ્યુઝીકલ કલર્સ અને સાથે ગાયક કલાકાર તરીકે હેમંતભાઈ પંડ્યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મ ગરબાઓની રમઝટ બોલાવશે.

સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ પરિવારના ચેરમેન  વજુભાઈ વાળા તેમજ સરગમ ક્લબ ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલ્કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોંલકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, જગદીશભાઈ કિયાડા,રમેશભાઈ અકબરી બને કલબના કમિટી મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.

ગુરૂવારનાં  સરગમી પરિવારના 8હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે રમશે

નવરાત્રીની ઉજવણી પૂરજોશમાં થઈ રહી છે અને રાજકોટવાસીઓ પ્રાચીન અને અર્વાચીન ગરબામાં ઝૂમી રહ્યા છે ત્યારે આગામી તા. 06/10/રર ગુરુવાર નાં રોજ  સરગમ પરિવારના 8 હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે રમે તેવું આયોજન થઈ રહ્યું છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, તા. 06/10/રર નાં રોજ ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં સરગમ પરિવારના સભ્યો ગરબા રમશે.  સરગમ જેન્ટ્સ કલબ, સરગમ લેડિઝ કલબ, સરગમ સિનિયર સીટીઝન કલબ, સરગમ કપલ કલબ અને ઈવનિંગ પોસ્ટના તમામ સભ્યો આ રાસોત્સવમાં જોડાશે.  સરગમ પરિવારના સભ્યો આ રાસોત્સવમાં ભાગ લેશે.

આ રાસોત્સવમાં ખેલૈયાઓ ઉપર ઇનામોનો વરસાદ કરવામાં આવશે. દરેક ગ્રૂપમાં અલગ અલગ ઇનામો આપવામાં આવનાર છે. જે સભ્યોએ રમવું હોય તેને પોતાનું આઇકાર્ડ લગાડીને રમવા મળશે. જે સભ્યો એ ન રમવું તે પોતાના આઇકાર્ડ ઉપર જોવા માટે પ્રવેશ મળશે વિના મૂલ્યે તેમજ ગેસ્ટ ને જોવા આવું હોય તો ર0 રૂપિયા એન્ટ્રી ટીકીટ નો ચાર્જ ભરીને પ્રવેશ આપવામાં આવશે. અને રમવા માટે કોઈ ગેસ્ટ ને પ્રવેશ નથી ફક્ત સરગમ પરિવાર નાં સભ્યો માટે પ્રવેશ છે.આ રાસોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરના મહાનુભાવો અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહેશે.

શુક્રવારે ‘કંકણ’ આયોજિત’મા આરતીના લઈએ ઓવારણા’ કાર્યક્રમ

આંતરરાષ્ટ્ર્રીય ખ્યાતિપ્રાપ્ત  કંકણ ગ્રુપ દ્રારા તા.7 ઓકટોબર શુક્રવારે રાત્રીના 9/00 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે સરગમ કલબગેલેકસી ગ્રુપ અને શ્રીહસં એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે પારંપારિક, પ્રયોગાત્મક, શાસ્ત્રીય  ગરબા, ગરબી, રાસરાસડાની ઝમમદાર પ્રસ્તુતિ ગરબાનું આયોજન ગરબાપ્રેમી આરાધકો માટે કરાયું છે. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય વજુભાઈ વાળા (પૂર્વ રાજયપાલ કર્ણાટક રાજય)ના હસ્તે થનાર છે. સમગ્ર કાર્યક્રમ કંકણ પ્રેરણાસ્તોત્ર હંસદેવજી સાગઠિયા, અકિલા પરિવાર ના મોભી કિરીટભાઈ ગણાત્રા, કંકણ ગ્રુપનાં  પ્રેરણાસ્તોત્ર ડો.ઘનશ્યામ જાગાણીની શુભેચ્છા મળેલી છે. કાર્યક્રમના અતિથિવિશેપદે રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલ, , કેળવણીકાર, કિરણભાઈ પટેલ,કેળવણીકાર ડો.અલ્પના ત્રિવેદી, ઉદ્યોગપતિ સુરેશભાઈ નંદવાણાઉદ્યોગપતિ મનેષભાઈ માદેકા તેમજ સમગ્ર કાર્યક્રમના પ્રાયોજક એચ.જે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના વાઈસ પ્રેસિડેન્ટ ભરતભાઈ દોશી અને જનરલ મેનેજર એસ.એન. રાજપરાવગેરે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.