Abtak Media Google News

રાજકોટમાં રહેનારા પૂર્વ સરકારી કર્મચારીએ દાવો કર્યો હતો કે કલ્કિ ભગવાનનો અવતાર છે. અહીં સુધી તો બધુ ઠીક પરંતુ આ મહાશયે સરકારને ધમકી આપી કે જો તને પગાર ચૂકવવામાં નહીં આવે તો દુષ્કાળ લાવી દેશે. રાજકોટમાં રહેતા રમેશચંદ્ર એચ ફેફર જેઓ પૂર્વ અધિક્ષક ઇજનેર છે, તેઓએ જળસંપત્તિ વિભાગ અને નર્મદા જનસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો છે. પત્રમાં તેઓએ લખ્યું કે મારો 16 લાખ રૂપિયા જેટલો લેવાનો બાકી રહેલો એક વર્ષનો પગાર અને મારા ગ્રેજ્યુટી રોકેલા રૂપિયા 16 લાખ રૂપિયા મને સત્વરે ચૂકવવામાં આવે.

‘હું કલ્કી અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા વીસ વર્ષ થયા સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલ નથી. છેલ્લા વીસ વરસના સારા વરસાદને લીધે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડોનો ફાયદો થયેલ છે. તેમ છતા મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણીનો વરસાદ અને બરફ વર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો દસમો અવતાર છું અને સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોક પર ચાલે…’

Vigyan

 

પોતાને કલ્કિ અવતાર માનનાર રમેશચંદ્ર એચ ફેફરના ઘરે આજે વિજ્ઞાન જાથાની ટિમ પહોંચી છે. ટિમ અને રમેશચંદ્ર વચ્ચે બોલાચાલી પણ થઈ. મીડિયાની ટિમ પણ ત્યાં પહોંચી છે. રમેશ મીડિયા કર્મચારીઓને રાક્ષસ કહી રહ્યો છે અને દરેક મીડિયા કર્મચારી 10 વર્ષમાં મૃત્યુ પામશે એવું પણ તેના આક્ષેપો મૂક્યા છે. તેને વિજ્ઞાન જાથા દ્વારા કહેવામા આવ્યું છે કે ભગવાન હોય તો કલ્કિ અવતાર હોય તો નીચે આવ અને તેને લોકો દ્વારા તેને ડરપોક કહેવામા આવી રહ્યો છે. તેણે મીડિયાના કર્મચારીઓને કહ્યું કે મારે તમારાથી ડરવાની જરૂર નથી હું કોરોનાથી તમારા જેવા રાક્ષશોને મારી જ નાખવાનો છું વિજ્ઞાનજાથાના વડાએ કહ્યું છે કે તે પોતાને ભગવાનનો 10 અવતાર કહે છે અને સરકાર પાસે માંગણી કરે છે જો ભગવાન હોય તો સરકાર પાસે માંગણી કરવાની શી જરૂર છે. હવે, આ મામલામાં સરકાર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું !!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.