Abtak Media Google News

કોરોનાની સારવાર કરતા તબીબો અને દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરતા મુખ્યમંત્રી

રાજયના કોરોના સામે જંગ ખેલાઇ રહ્યો છે અને લોકોનો પણ અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે તબીબો પણ દેવદૂત બની પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તબીબો અને મેડીકલ સ્ટાફને કોઇ મુશ્કેલી હોય તો અડધી રાત્રે પણ ફોન કરવા જણાવ્યું હતું.

Advertisement

રાજયનાા મુખ્યમંત્રી વિજયભાઇ રાજયમાં કોરોના સામે ચાલતા જંગમાં લડનારા તમામ સાથે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી સંવાદ કરે છે રોજે રોજ અલગ અલગ ક્ષેત્રના લડવૈયાઓ દર્દીઓ જનતાના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરે છે. કોરોના સામેનો જંગ એક બનીને લડવાનો છે. તેમાં આમ આદમી દર્દી મેડીકલ સ્ટાફ, તબીબો, વહીવટી તંત્ર તથા પોલીસનો સહયોગ મળી રહ્યો છે.

રાજયના વડા તરીકે વિજયભાઇ કોરોના સામેના જંગનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. ત્યારે તેઓ રોજ અલગ અલગ વ્યકિતઓ સાથે વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી વાતચીત કરે છે અને કોઇને પણ કંઇ મુશ્કેલી હોય તો જણાવવાનું કહે છે. આજે મુખ્યમંત્રી કોરોનાના ગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા હોસ્૫િટલ તબીબો સાથે વાતચીત કરી હતી. ડોકટરો પર થતા હુમલા અંગે તેમણે ચિંતા વ્યકત કરી હતી અને કોરોના સામેનો જંગ લડનારા તબીબો મેડીકલ સ્ટાફને કોઇપણ મુશ્કેલી હોય તો અડધી રીતે પણ ફોન કરવા જણાવ્યું હતુ.

અમદાવાદ સિવિલમાં ૧ર૦૦ બેડ કોવિદ સેન્ટરમાં વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. બે દર્દી જ વેન્ટીલેટર પર હોવાનો સીવીલ હોસ્પિટલના તબીબોએ દાવો કર્યો હતો. મુખ્યમંત્રીએ દર્દીઓને સમયસર ભોજન મળે છે કે કેમ? અમદાવાદમાં કોરોનાગ્રસ્ત દર્દીના જમવા, બેડની સુવિધા વગેરે અંગેની પરિસ્થિતિનું પણ મુલ્યાંકન કર્યુ હતું. મુખ્યમંત્રીએ તબીબો ઉપરાંત કોરોનાની સારવાર લઇ દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. તેમણે પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દર્દી રાજેશ અમરશીભાઇ મકવાણા, પાલનપુરના ટ્રાફીક શાખાના ગીગાભાઇ  ઉપરાત જમાલપુર આરોગ્ય કેન્દ્રના દર્દી નયનભાઇ તથા તબીબ સાથે પણ વાતચીત કરી ઝડપથી સાજા થઇ જવા શુભકામના વ્યકત કરી હતી.

આજે તબીબો હાથમાં મીણબત્તી લઇ કોરોનાને જાકારો આપશે

કોરોના સામેના જંગમાં રર એપ્રિલે ડોકટરો હાથમાં મીણબત્તી લઇ સાંકેનિક વિરોધ કરશે અને કોરોના સામેનો જંગ જીતીશું એવા મકકમ નિધાર્ર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.