Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પોલીસ દ્વારા બીન હિસાબી રોકડ પર અને દારૂની હેરફેર પર બાઝ નજર રાખવામાં આવી રહી છે ત્યારે ગુજરાત બહાર દીવ અને દમણમાં પણ દારૂબંધી હશે.

ગુજરાતમાં શાંતિ પૂર્ણ રીતે મતદાન થઈ શકે અને મતગણતરી થઈ શકે તે હેતુથી દીવ દમણમાં દારૂબંધી કરવામાં આવશે. તો ચાલો જાણીએ દીવ અને દમણમાં ક્યારે-ક્યારે થશે દારૂબંધી:

ગુજરાત વિધાનસભાનો ચૂંટણીને પગલે દીવમાં ૩ વખત દારૂબંધી થશે. દીવ-દમણમાં પ્રથમ તબ્બકાના મતદાન ૧ ડિસેમ્બરે છે તે પહેલા જ ૨૯ નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાથી દીવ અને દમણ બનેમાં દારૂ પર પ્રતિબંધ લાગી જશે જે ૧ ડીસેમ્બર સાંજે ૫ વાગ્યા સુધી અમલમાં રહેશે. બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે હશે ત્યારે 3 ડિસેમ્બરે દારૂ બંધી ફરી લાગુ કરાશે. જે 5 તારીખે સાંજે 5 વાગ્યા સુધી રહેશે. ત્યાર બાદ ત્રીજી વખત દારૂ બનધી 8 ડિસેમ્બરે પરિણામના દિવસે દિવસભર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.