Abtak Media Google News

નવા વર્ષને આવકારવા લોકો અલગ-અલગ રીતે તેની ઉજવણી કરતા હોય છે. ત્યારે અમુક દેશોની ઉજવળી અજીબ તરીકે કરવામાં આવે છે. ડેનમાર્કના લોકો પડોશીઓ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા માટે તેમના દરવાજાની બહાર પ્લોટો તોડવામાં આવે છે. જે રિવાજને વિશ્ર્વાસનું પ્રતિક માનવામાં આવે છે તો સ્પેનમાં લોકો ૧૨ દ્રાક્ષ ખાઇને વિશ માંગે છે. સ્ટનમાં આ રિવાજની શરૂઆત ૧૮૯૫માં થઇ હતી. તો સ્વીત્ઝરલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત જમીન પર  આઇસ્ક્રીમ ફેંકીને કરવામાં આવે છે કારણ કે ત્યાના લોકોની માન્યતા છે કે આમ કરવાથી કિસ્મત ચમકે છે.

ઓસ્ટોનિયાના લોકો સાત પ્રકારના ભોજન બનાવી ઉત્સવ મનાવે છે કારણ કે તેઓ આત નંબરને લકી માને છે. ગ્રીકમાં બ્રેડ કેક બનાવવામાં આવે છે જેના લોટમાં એક સિક્કો નાખી લેવામાં આવે છે જેને તે સિક્કો ભાગમાં આવે તેને લકી માનવામાં આવે છે તો રશિયામાં લોકો એક કાગળ પર પોતાની ઇચ્છા લખે છે અને આ પેપર ઉપર એક ગ્લાસ દારૂ ઢોળવામાં આવે છે અને જો બાર વાગ્યા પહેલા તેઓ આવુ કરે તેને શુભ માનવામાં આવે છે. આમ અલગ-અલગ પ્રાંતોમાં કંઇક અલગ રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.