Abtak Media Google News

એકસપ્રેસ અને લોકલ ભાડા વચ્ચે મોટા તફાવતને પગલે મુસાફરો ખાનગી વાહનોમાં જવા મજબૂરએકસપ્રેસ અને લોકલ ભાડા વચ્ચે મોટા તફાવતને પગલે મુસાફરો ખાનગી વાહનોમાં જવા મજબૂર

રાજકોટતી ટૂંકા અંતર ઉપર ચાલતી લોકલ, ગુર્જરનગરી અને એકસપ્રેસ તેમજ સ્લીપર કોચ એસ.ટી. બસોમાં જે તે સ્થળે પહોંચવાના સમયમાં સરખો જ સમય લાગતો હોય પરંતુ ભાડા બમણા તોડવામાં આવતા હોય તેવું જાણવા મળી રહ્યું છે.

નાના રૂટની એસ.ટી. બસોના ભાડા ત્રણ ગણા વસુલાતા હોવાના લીધે મુસાફરો છેતરાતા હોવાનું અનુભવ કરે છે. ખાસ ૧૦૦ કિલોમીટરના દાયરામાં આવેલા રૂટમાં દોડતી એસ.ટી.ની લોકલ બસો વિર્દ્યાીઓ અને અપડાઉન કરતા નોકરીયાતો માટે આશિર્વાદરૂપ સમાન છે અને મોટાભાગની લોકલ બસો હાઉસફૂલ દોડતી હોય છે. પરંતુ માસિક પાસ સિવાયના મુસાફરોને નજીકના રૂટ પર એકસપ્રેસ બસમાં મુસાફરી કરવાી મોટો ફટકો પડે છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટી જામનગર પહોંચતા લોકલ બસ અઢી કલાક જેટલો સમય લે છે. જયારે એકસપ્રેસ બસ પણ લોકલ બસ જેટલો જ સમય લે છે. લોકલ બસ કલાકના ૬૫ કિ.મી. પ્રતિ કલાક દોડે છે તો એકસપ્રેસ બસ ૮૦ કિ.મી. પ્રતિકલાક દોડે છે. વધુમાં તો હવે એકસપ્રેસ બસો પણ નાના સ્ટેશન પર ઊભી રહી છે. જો લોકલ અને એકસપ્રેસ બસ એક સરખા સમયે જ પહોંચાડતી હોય તો શા માટે બમણા ભાડા વસુલવામાં આવે છે. આ મામલે તાત્કાલીક મુસાફરોને ન્યાય મળે તે પણ જરૂરી છે. અને એકસપ્રેસ અને લોકલ ભાડા વચ્ચે મોટા તફાવતને પગલે મુસાફરો ખાનગી વાહનમાં જવા માટે મજબુર બની રહ્યાં છે. માત્ર જામનગર-રાજકોટ જ નહીં પરંતુ સહિતના રૂટ પર એસ.ટી. બસના મુસાફરોને તકલીફો વેઠવી પડી રહી છે.

રાજકોટ – જામનગર રૂટના ભાડા

લોકલ બસ – ૪૮ રૂપિયા

એકસપ્રેસ બસ – ૮૧ રૂપિયા

ગુર્જરનગરી – ૯૧ રૂપિયા

સ્લીપર કોચ – ૧૯૨ રૂપિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.