Abtak Media Google News

વ્યક્તિ હંમેશા પોતાના પ્રિય વ્યક્તિને ખુશ રાખવાનું જ વિચારતો હોય છે. લગ્ન બાદ પણ ઘણા બધા દંપતી એકબીજા સાથે ખુશ નથી રહેતા. અહિયાં ખુશ રાખવાનો મતલબ બંને વચ્ચેના સંબંધો પણ છે અને તેમના માટે કઈક કરવું એવો પણ થાય છે.

Advertisement

જ્યારે તમે તમારા પાર્ટનર માટે કઈક ખાસ ચીજો કરવાનું બંધ કરી દો છો ત્યારે તમારો એકબીજા વચ્ચેનો પ્રેમ ઓછો થવા લાગે છે અને ધીરે ધીરે એ દમ તોડી દે છે. આવા સમયમાં બંને વચ્ચે તણવનું વાતાવરણ ઊભું થઈ જાય છે અને સબંધ પૂરો થઈ જાય છે. જો તમે ઇચ્છો છો કે તમારા બંને વચ્ચે સંબંધ ના તૂટે, તમારા સંબંધો લાંબો સમય સુધી ચાલે તો આ પાંચ ટિપ્સને અનુસરો.

મોટા ભાગના લોકોનું માનવું છે કે પ્રેમ સબંધ અને લગ્ન સંબંધમાં થોડા સમય પછી સંબંધોમાં પ્રેમ ઓછો થવા લાગે છે. વ્યક્તિ પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય છે અને પોતાના પાર્ટનર પ્રત્યે તેમની રુચિ ઓછી થવા લાગે છે. જેના લીધે બે વ્યક્તિ વચ્ચે તણાવ ઊભો થવા લાગે છે. અહી તમને બતાવીશુ કે સંબંધોમાં હંમેશા પ્રેમ જાળવી રાખવા માટે શું જરૂરી હોય છે.

સંબંધોને લાંબી ઉમર આપવા માટે તેમની સાથે સમય વિતાવવો ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા પાર્ટનરને ઓછો સમય આપી રહ્યા અથવા તો તમારા વચ્ચે કમ્યુનિકેશન ઓછું થઈ રહ્યું છે તો એ તમારી ભૂલ છે. તેના લીધે તમારા સંબંધો પર અસર પડશે અને સંબંધોમાં ખાલીપણું આવવા લાગશે. તેવામાં સંબંધ તૂટી પણ જાય છે, જો તમે આ સંબંધને બચાવવા માંગો છો તો એ ખાલીપણા ને તમારે ભરવું પડશે અને તમારા પાર્ટનરને સમય આપવો પડશે.

સંબંધોને મજબૂતી આપવાથી અને તેને જોડી રાખવાથી તે જળવાઈ રહે છે અને તેને જોડી રાખવામા ભરોસાની મહત્વની ભૂમિકા રહેલી છે. પોતાના સંબંધોમાં ઈમાનદારી જાળવી રાખો અને એકબીજા પર ભરોરો રાખવાનું શીખો, પછી તમારા સંબંધને કોઈ તોડી નહીં શકે. એટલુ યાદ રાખવું કે કોઈપણ સંબંધમાં ખોટાનો સહારો ના લેવો નહિતર એ સારા માં સારા સંબંધને પણ તોડી નાંખશે.

અસલ જિંદગી અને ફિલ્મી જિંદગીમાં અંતર હોય છે, આ વાતને દરેક પ્રેમ કરતી વ્યક્તિએ મગજમાં ઉતારી લેવાની જરૂર છે. પોતાના સાથીની તુલના કોઈ સંબંધી કે મિત્ર સાથે ના કરવી તેને લીધે સંબંધોમાં તિરાડ પડી જાય છે. પોતાના પાર્ટનરની વાતો સમજવાની કોશિશ કરો, દરેક વાત પર નિર્ભય રીતે વાત કરો નહિતર ગેરસમજણ ઊભી થતાં સમય નહીં લાગે. પોતે પણ ફ્રી થઈને જીવન જીવો અને પોતાના પાર્ટનરને પણ ફ્રી થઈને જીવન જીવવા દો.

દરેક સંબંધોમાં જગડા તો થયા જ કરે છે. એનો મતલબ એવો નથી કે તેની સાથે બૂમો પાડીને વાતો કરો. જ્યારે પણ જગડો થાય ત્યારે સંયમ રાખો અને આરામથી વાત કરવાની કોશિશ કરો. એવું કહેવામા આવે છે ક એ જ્યારે પણ જગડો થાય ત્યારે એક વ્યક્તિનું ચૂપ થઈ જવું જ યોગ્ય છે. એટલે જ્યારે પણ આવું થાય ત્યારે વાતને સમજીને જ કોઈ ફેંસલો લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.