Abtak Media Google News

રાજુલા નજીક આવેલ જાપોદર ગામ પાસે ધાતરવડી નદીનો પુલ જે ૩૦ ફુટની ઉંચાઈ પર આવેલ છે ત્યાં બે ડમ્પરો સામ-સામે અથડાતા એક ડમ્પર આ ૩૦ ફુટ નીચે નદીમાં પુલ પરથી ખાબકેલ છે તથા બીજુ ડમ્પર પણ અથડાયેલ હોય બન્ને ડમ્પરોના ડ્રાઈવરોને ઈજા થયેલ હોય જેને ૧૦૮ મારફતે રાજુલા લાવેલ જેમાંથી નીચે ખાબકેલ ડમ્પરના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી.

Advertisement

થોરડી ગામની બાજુમાં આવેલ ભરડીયામાંથી પથ્થરો ભરીને જાફરાબાદની સ્વાન એનર્જીમાં જઈ રહેલ હતું ત્યારે સામેની બાજુથી આવી રહેલ પથ્થરો ભરવા જતું ડમ્પર એમ બન્ને ડમ્પરો સામ-સામે અથડાયેલ હતા અને પથ્થર ભરેલ ડમ્પર જાપોદર ધાતરવડી નદી પરના પુલ પરથી ૩૦ ફુટ નીચે ખાબકેલ હોય તેના ડ્રાઈવર સુરેશભાઈ ધનજીભાઈ (ઉ.વ.૨૫) રહે.

Img 20190124 Wa0093રાજુલા જેનો ગાડી નં.જી.જે.૧૪ એકસ ૮૭૦૦ વાળાને પ્રથમ રાજુલા અને ત્યાંથી મહુવા હોસ્પિટલમાં રીફર કરેલ છે. જયારે બીજા ડમ્પર નં.જી.જે.૧૪ એકસ ૬૫૬૫ જે ખાલી ડમ્પર લઈને પથ્થર ભરવા જઈ રહ્યા હતા તેના ડ્રાઈવર રૂડાભાઈ ગોવિંદભાઈ રહે.લુણસાપુર (ઉ.વ.૪૫)વાળાને પગે ઈજાઓ થયેલ હોય રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આવી રીતે ઓવરલોડીંગ ભરીને જતા ડમ્પરો અંગેની ફરિયાદ અમરેલી જીલ્લા ભાજપના યુવા મોરચાના મંત્રી વનરાજભાઈ વરૂએ તા.૧૩/૧૧/૨૦૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને લેખિત રજુઆતો કરેલ હતી. આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા પણ ઓવરલોડીંગ અંગેની રજુઆત અમરેલી ખાતે સંકલન મીટીંગમાં પણ કલેકટર અમરેલી અને એસપીને પણ રજુઆત કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.