Abtak Media Google News
તટસ્થ તપાસ થાય તો મસમોટુ કૌંભાંડ બહાર આવે તેવી શક્યતા : ખાનગી એમ્બ્યુલન્સ વાળા મડદાનો પણ મલાજો નથી રાખતા
મોરબી : મોરબીની સિવીલ હોસ્પીટલ યેનકેન પ્રકારે હંમેશા ચર્ચામા રહે છે ત્યારે આજે વધુ એક વખત મોરબી સિવીલ હોસ્પીટલની  ચોકાવનારી વાત બહાર આવી છે જેમા કેસ કાઢવાના તો ઠીક પરંતુ દર્દીઓ પાસેથી રોગી કલ્યાણ સમિતિના નામે દૈનિક રીતે પલંગના ભાડા પણ વસુલવમાં આવે છે અને સારવાર લેવા આવતા ગરીબોને નિચોવવામાં કોઈ કસર છોડાતી નથી આશ્ચર્ય તો એ વાતનું છે કે એક પણ ફી ની પહોંચ અપાતી નથી અને ઉઘરાણામાં સિવિલ હોસ્પિટલના સતાધીશો મુકપ્રેક્ષક બની તમાશો નિહાળે છે.
સુત્રોમાથી પ્રાપ્ત વિગત મુજબ સિવીલ હોસ્પીટલમા તમામ સેવાઓ પ્રજાને જે સેવાઓ બીલકુલ મફત આપવામા આવતી હોય છે એ સેવાઓના નાણાં વસુલાય છ, મોરબી સિવીલ હોસ્પીટલ મા કઈક જુદી જ સિસ્ટમ અપનાવામા આવે છે જેમા દર્દીઓ પાસેથી રોગી કલ્યાણ સમિતિના નામે રૂપીયા ઉઘરાવવામા આવે છે.
મોરબી સિવીલ હોસ્પીટલ ના ભાવપત્રક મુજબ દર્દીઓને, લેબોરેટરીનો રિપોર્ટ કરાવવા માટે વીસ રૂપીયા, એક્સ રે રિપોર્ટ કરાવવા માટે પચ્ચીસ રૂપીયા અને જો કોઈ દર્દીને સેજોગો વસાત દાખલ કરવામા આવે તો એક પલંગ ના રોજ ના દસ રૂપીયા ઉઘરાવવા મા આવે છે.પરંતુ આ ચાર્જ વસુલતા  ફરજ પરના કર્મચારીઓ દ્વારા દર્દીઓને કોઈ પાકી કે કાચી પહોચ આપવામા આવતી નથી, અને જો કોઈ દર્દી આ રૂપીયા આપવાનીના અથવા તો આનાકાની કરે તો તુરંત જ તેને મોરબી સારવાર નહી થઈ શકે તેમ કહી રાજકોટ રિફરનો રિપોર્ટ હાથમા થમાવી દેવામા આવે છે.
બીજી બાજુ સાર્વજનીક એમ્બ્યુલન્સ પણ આપવામા આવતી નથી જે નો લાભ સિવીલ હોસ્પીટલના પટ્ટાંગણમા પ્રાઈવેટ એમબ્યુલન્સ વાળાને મળે છે, આ ખાનગી એમ્બ્યુલન્સ માલિકો પણ પોતાની ગાડી બાંધવા દર્દીઓને દબાણ કરતા હોવાના અનેક કિસ્સાઓ રોજે રોજ બની રહ્યા છે.
જો અન્ય કૉઈ એમ્બ્યુલન્સ દર્દીઓ બોલાવે તો તેના સિવીલ હોસ્પીટલમા પ્રવાશવા જ નથી દેતા અને પ્રવેશે તો બહાર નિકળવા નથી દેતા અને પોતાની જ ગાડી લઈ જવાનો આગ્રહ રાખી દાદગીરી કરી મસમોટા ભાવ વસુલ કરે છે જેમા રાજકોટના પચ્ચીસો અને અમદાવાદના દસ રૂપીયા પ્રતિ કિમી જેવા ભાડા વસુલ કરે છે.
ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં આવતા મોટાભાગના દર્દીઓ રૂપિયાના અભાવે તો અહીં આવતા હોય છે જેથી આવા મોઘાદાટ ભાડા કેમ ચુકવી શકે ? અંતમા તો બધી બાજુથી સામાન્ય પ્રજા જ આ હેરાનગતીનો ભોગ બને છે.
જો જીલ્લા આરોગ્યતંત્ર દ્વારા આ ખાનગી એમ્બ્યુલન્સ ધારકો તેમજ  સિવીલમા ઉઘરાવવા મા આવતા મરજી મુજબની રકમની તટસ્થ તપાસ કરે તો મસમોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.