Abtak Media Google News

નાના માણસને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા ધિરાણ આપીએ છીએ: નલીન વસા

રાજકોટ નાગરીક સહકારી બેંક લી. ની ૬૫મી વાર્ષીક સાધારણ સભા બેંકની રાજકોટ ખાતેની હેડ ઓફીસર, અરવિંદભાઇ મણીઆર નાગરીક સેવાલય, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે યોજાઇ હતી. તેમાં બહોળી સંખ્યામાં ડેલીગેટસ ઉ૫સ્થિત રહ્યા હતા. બેકના ચેરમેન નલીનભાઇ વસાએ જણાવેલું કે, આ ઉપરાંત બેન્કે રાજકોટના રેસકોર્ષ-રમાં નિર્માણધીન ‘અટલ’ સરોવર માટે રૂ. ૫૧ લાખનું અનુદાન આપ્યું છે. અને આ સ્થળે બેંકના સહયોગથી કાયમી તકતી નામ રહેશે.

વાંચન પરબ દર માસના ત્રીજા શનિવાર યોજાય છે. તેમાં ખ્યાતનામ લેખક કે વકતા આવે છે અને તેઓ બેસ્ટસેલર પુસ્તકની માહીતી રજુ કરે છે. આજના સ્ક્રીન એડીટમા જમાનામાં વાંચન તરફ લોકો વળે તે ખુબ ઉદ્દેશથી આ પ્રયોગ  શરુ કરેલો છે.

આ સાધારત સભામાં કુલ ૯ ઠરાવ મૂકાયેલા અને પ્રત્યેક્ષ ઠરાવ ચર્ચા-વિચારણા સાથે સર્વાનુમતે મંજુર થયા હતા. અમે ૧૮ ટકા ડિવિડન્ડ જાહેર કરાયેલું છે.

ચુંટણી અધિકારી ડી.ડી. મહેતાએ ડિરેકટરોની સાત સીટ માટે ડાયાભાઇ ડેલાવાળા, રાજશ્રીબેન જાની, મંગેશભાઇ જોશી, ટપુભાઇ લીંબાસીયા, કલ્પકભાઇ મણીઆર, કાર્તિકેયભાઇ પારેખ અને નલીનભાઇ વસાને ચુંટાયેલા જાહેર કર્યા હતા.

બેંકના સીઇઓ વિનોદ શર્માએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નાણાકીય વર્ષ  ૨૦૧૭-૧૮ ની હાઇલાઇટસૃ રજુ કરી હતી.

કાર્યક્રમની શરુઆતમાં ભારત માતા અને બેંકના વિકાસના શિલ્પી અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાગરીક પરિવાર દ્વારા કેરળ પુર પીડીત માટે એકત્ર કરેલ રૂ. ૩,૩૫,૫૧૭/- ની રકમનો ચેક મુકેશભાઇ મલકાણને સૃુપ્રત કરાયો હતો આ તકે તેઓએ આ બેંક વૈશ્ર્વીક નાગરીક બેંક બંને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

વાર્ષિક સાધારણ સભાની બિઝનેસ સેશનની કામગીરી બાદ બેંકના પદાધિકારીઓએ નાગરીક પરિવારના મહાનુભાવો, જયોતિન્દ્રભાઇ મહેતા, હમીરભાઇ ચાવડા, ડો. બળવંતભાઇ જાની, હસુભાઇ ભગદેવ, પ્રવિણભાઇ પીંડોરીયાનું વિશિષ્ટ કામગીરી અને સન્માન માટે જાહેર અભિવાદન કરાયેલું હતું.

બેંકની વાર્ષિક સામાન્ય સભા બાદનાં સન્માન સમારોહમાં મુકેશભાઇ મલકાણ, બેંક પરિવારમાંથી નલીનભાઇ વસા, જીવણભાઇ પટેલ, જયોતિન્દ્રભાઇ મહેતા, ટપુભાઇ લીબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, ડિરેકટરો સર્વ શ્રી અર્જુનભાઇ રાઠોડ, હરિભાઇ ડોડીયા, ગીરીશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, હંસરાજભાઇ ગજેરા, સુનિલભાઇ રાઠોડ,દિપકભાઇ મકવાણા, સુરેશભાઇ નાહટા, રાજશ્રીબેન જાની, કાતિકેયભાઇ પારેખ, પ્રદિપભાઇ જૈન, કિર્તીદાબેન જાદવ, મંગેશજી જોશી, વિનોદ શર્મા, હરકિશનભાઇ ભટ્ટ, પ્રો. લલીતભાઇ મહેતા, નરેન્દ્રભાઇ દવે, અશોકભાઇ ખંધાર, જીતેન્દ્રપ્રસાદ વ્યાસ, દમયંતિબેન દવે, રમેશભાઇ ઘેટીયા, ડો. વલ્લભભાઇ કથીરીયા, ઉપરાંત ડેલીગેટ શાખા વિકાસ સમીતીના સદસ્યો અને મહેમાનો ઉ૫સ્થિત રહ્યા હતા.

ચુંટણી અધિકારી તરીકે ડી.ડી. મહેતાએ સેવા આપી હતી. વાર્ષિક સાધારણ સભા બાદના કાર્યક્રમનું સંચાલન નિલેશભાઇ શાહે કર્યુ હતું. આભાર દર્શન જીવણભાઇ પટેલે કહ્યું હતું. વંદે માતરમનું ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.